ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવામાં બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ પ્રથમ નંબર પર છે. ટોચના 10 બોલરોમાં એક પણ ભારતીય બોલરોનો સમાવેશ થતો નથી.બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબે ટી-20માં સૌથી વધુ વિકેટ ઝડપી છે. શાકિબે અત્યાર સુધીમાં 94 મેચમાં 117 વિકેટ ઝડપી છે.
ન્યૂઝિલેન્ડના બોલર ટીમ સાઉથી આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે. તેણે 111 વિકેટ ઝડપી છે.
શ્રીલંકાના પૂર્વ બોલર લસિથ મલિંગાના નામે 107 વિકેટ છે. મલિંગાએ પોતાના કરિયરમાં 84 મેચ રમી છે જેમાં તેણે 107 વિકેટ ઝડપી છે.
અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનના નામે 103 વિકેટ છે. રાશિદે અત્યાર સુધી 56 મેચ રમી છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ટી-20માં 98 વિકેટ ઝડપી છે. ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકટ લેવા મામલે આફ્રિદી પાંચમા નંબર પર છે. તેણે 99 ટી-20 મેચમાં 98 વિકેટ ઝડપી છે.
બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝૂર રહમાને 86 વિકેટ ઝડપી છે. રહમાને અત્યાર સુધી 61 મેચમાં 86 વિકેટ ઝડપી છે
પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર ઉમર ગુલે ટી-20માં 85 વિકેટ ઝડપી છે. 2016 સુધી ટી-20 ક્રિકેટ રમનાર ગુલે 60 મેચમાં 85 વિકેટ ઝડપી છે.
પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સઇદ અજમલે ટી-20મા 85 વિકેટ ઝડપી છે. સઇદ અજમલે 64 ટી-20 મે ચ રમી છે
ન્યૂઝિલેન્ડના બોલર ઇશ સોઢી આ યાદીમાં નવમા નંબર પર છે. તેણે 66 મેચમાં 83 વિકેટ ઝડપી છે.
ઇગ્લેન્ડનો ઝડપી બોલર ક્રિસ જોર્ડન 79 વિકેટ સાથે 10મા નંબર પર છે. તેણે 71 મેચ રમી છે.
આ પણ વાંચોઃ
કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?