Top-Selling SUV In December 2021 : કૉમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં મારુતિ બ્રેઝા, હ્યૂન્ડાઇ ક્રેટા, અને ટાટા નેક્સને પોતાની લૉન્ચિંગના સમયથી જ લોકોની વચ્ચે ખુબ ચર્ચા જગાવી દીધી છે. આ ત્રણેય ગાડીઓ પોત પોતાની કંપનીઓ માટે સૌથી વધુ વેચાન થનારી ગાડીઓમાં સામેલ થઇ છે. ગયા મહિને એટલે ડિસેમ્બર 2021માં ટાટા નેક્સને વેચાણ મામલામાં મારુતિ સુઝુકી બ્રેઝા અને હ્યૂન્ડાઇ ક્રેટાને પાછળ પાડી દીધી છે. આની સાથે પોતાના સેગમેન્ટમાં ડિસેમ્બર દરમિયાન સૌથી વધુ વેચાનારી SUV બની ગઇ છે. ટાટા નેક્સન ડિેસેમ્બર 2021માં ટૉપ સેલિંગ SUV રહી.
લોકોએ ટાટા નેક્સન પર રાખ્યો વિશ્વાસ-
લોકોએ ટાટા નેક્સન પર ડિેસેમ્બરમાં બહુજ વિશ્વાસ રાખ્યો અને તેના ભરોસાનુ પરિણામ એ થયુ કે ડિસેમ્બરમાં ટાટા નેક્સનનુ જબરદસ્ત વેચાણ થયુ. ટાટાએ ડિસેમ્બરમાં આની કુલ 12,899 યૂનિટ્સ વેચી છે, જે વર્ષ 2020ના આ મહિનાના વેચાણ 6835 યૂનિટ્સ વધુ છે. વાર્ષિક આધાર પર આના વેચાણમાં 88.7 ટકાનો ભારો વધારો થયો છે.
વળી, ડિસેમ્બરમાં મારુતિ સુઝુકી બ્રેઝાની કુલ 9531 યૂનિટ્સ વેચાણ છે, જે 2020ના આ મહિનાની 12,251 યૂનિટ્સથી ઓછી છે. આ ઉપરાંત ગયા વર્ષે ડિસેમ્બરમાં હ્યૂન્ડાઇ ક્રેટાની કુલ 7609 યૂનિટ્સ વેચાયા છે. વાર્ષિક આધાર પર ડિસેમ્બરમાં આનુ વેચાણ પણ ઘટ્યુ છે.
ટાટા નેક્સનની કિંમત અને સ્પેશિફિકેશન્સ-
ટાટા મૉટર્સની નેક્સન SUV સૌથી સુરક્ષિત કારોમાંથી એક છે. આમાં શાનદાર સેફ્ટી ફિચર્સ છે. આ SUV પેટ્રૉલ અને ડીઝલ, બન્ને ઓપ્શનની સાથે આવે છે. આમાં 1.2લીટર ટર્બો-પેટ્રૉલ અને 1.5- લીટરનુ ડીઝલ એન્જિન આવે છે. પેટ્રૉલ એન્જિન 110એચપી અને 170એનએમનો પીક ટૉર્ક જ્યારે ડીઝલ એન્જિન 110એચપી અને 260એનએમનો પીક ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. કારની શરૂઆતી કિંમત 7.28 લાખ રૂપિયા એક્સ શૉરૂમ છે.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........
Car loan Information:
Calculate Car Loan EMI