નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલા્ડી મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટ કેરિયરને લઇને અવારનવાર રિપોર્ટ આવતા રહે છે, જોકે તાજેતરમાં જ બીસીસીઆઇના કૉન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ લોકો તેની ક્રિકેટ કેરિયર પુરી થઇ ગઇ હોવાનુ માને છે. પણ એવુ નથી ધોની હજુ પણ આઇપીએલમાં રમતો દેખાશે.


વેબસાઇટ ક્રિકે ઇન્ફો અનુસાર, ધોનીની આઇપીએલ કેરિયર હજુ પણ જીવંત છે. ચેન્નાઇ સુપર કિંગ્સના માલિકી હક્ક ધરાવતા ઇન્ડિયા સિમેન્ટ્સના મેનેજર અને ઉપાધ્યક્ષ એન.શ્રીનિવાસને સ્પષ્ટ કરી દીધુ છે કે ધોની 2021માં પણ હરાજીનો ભાગ બનશે, કેમકે ફેન્ચાઇઝીએ તેને રિટેન કરવાનો નિર્ણય કર્યો છે.



ચેન્નાઇ સુપર કિંગ્સના આ નિવેદન બાદ કહી શકાય કે 38 વર્ષીય ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર રહે પણ, આઇપીએલ 2021 સુધી રમતો દેખાશે. ઉલ્લેખનીય છે કે, એમએસ ધોનીએ ભારતને બે વર્લ્ડકપ અપાવી ચૂક્યો છે.

ખાસ વાત છે કે, બીસીસીઆઇએ પોતાના વાર્ષિક કૉન્ટ્રાક્ટમાંથી ધોનીને બહાર કર્યો છે, છતાં આઇસીસી ટી20 વર્લ્ડકપ રમવાની સંભાવના છે.