બેંગલુરૂ: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની બેંગલુરૂમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી હતી. રોહિત શર્માએ 119 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 સિક્સ અને 8 ફોર લગાવી હતી.


રોહિત શર્માએ પોતાના વનડે કરિયરમાં 29મી સદી ફટકારી છે. રોહિત શર્માએ પોતાની સદી 109 બોલમાં પૂરી કરી હતી. બેંગ્લરૂમાં સદી ફટકારતા જ રોહિત શર્માએ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સનથ જનસૂર્યાનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્માની હવે વનડેમાં 29 સદી થઈ ગઈ છે.


સનથ જયસુર્યાએ પોતાના કરિયરમાં 28 સદી ફટકારી હતી. વનડે ઈન્ટરનેશનલમાં રોહિત શર્મા સૌથી વધારે સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સનથ જયસુર્યાને પાછળ છોડી ચોથા નંબર પર આવી ગયો છે.

રોહિત શર્મા વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે સદી ફટકારવા મામલે રિકી પોન્ટિંગના રેકોર્ડથી માત્ર એક સદી દૂર છે. પોન્ટિંગની વનડે ઈન્ટરનેશનલમાં 30 સદી છે.