રિપોર્ટ છે કે, મહેન્દ્ર સિંહ ધોનીએ ચીની બ્રાન્ડ ઓપ્પો સાથે કરાર કર્યો છે, અને ઓપ્પોની સ્પેશિયલ એડિશન ઓપ્પો રીનો 4 પ્રૉ સાથે દેખાશે. તાજેતરમાંજ કંપનીએ Oppo Reno 4 Pro Artist Limited Edition કરી છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે ફરી એકવાર ચાઇનીઝ બ્રાન્ડ સાથે દેખાશે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે બન્ને દેશો વચ્ચે ગરમાગરમી ચાલી રહી છે. ભારતે ચીનની મોટા ભાગની એપ્સ અને પ્રૉડક્ટ્સ પર બેન લાગવી દીધો છે. ત્યારે ધોનીનુ ચીની બ્રાન્ડ સાથે જોડાવવાના સમાચાર ચોંકાવનારા છે. આ અંગે ખુદ ઓપ્પોએ એક ટ્વીટ કરીને જાણકારી આપી છે. રિપોર્ટ છે કે, મહેન્દ્ર સિંહ ધોનીએ ચીની બ્રાન્ડ ઓપ્પો સાથે કરાર કર્યો છે, અને ઓપ્પોની સ્પેશિયલ એડિશન ઓપ્પો રીનો 4 પ્રૉ સાથે દેખાશે. તાજેતરમાંજ કંપનીએ Oppo Reno 4 Pro Artist Limited Edition કરી છે. ઓપ્પોએ OPPO Reno4 Pro માટે ધોની સાથે ખાસ કૉન્ટ્રાક્ટ કર્યો છે. ફોનને ખાસ કરીને અપકમિંગ ક્રિકેટ ટૂર્નામેન્ટ ટી20 માટે રિલીઝ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓપ્પોએ ધોની સાથે મળીને લેટેસ્ટ #BeTheInfinite કેમ્પેઇન શરૂ કર્યુ છે. કંપનીનો દાવો છે કે ધોની અને ઓપ્પોની જુગલબંધી લાખો યુવાઓના સપનાઓને સાકાર કરવા પ્રોત્સાહિત કરશે.