ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું દુબઈમાં સન્માન કરવામાં આવ્યું છે. ચેન્નઈ સુપર કિંગ ટીમ દ્વારા રવિન્દ્ર જાડેજાને રજવાડી તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું છે. હાલ ટીમો IPLની મેચો રમવા માટે દુબઈ પહોંચી ગઈ છે જ્યાં રવિન્દ્ર જાડેજાને સન્માનિત કરવામાં આવ્યા છે. તે એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે IPLમાં 100થી વધુ વિકેટ ઝડપી છે, 1900થી વધુ રન કર્યાં છે.

શનિવારે 19 સપ્ટેમ્બરથી આઈપીએલ 2020ની શરૂ થઈ રહી છે. પહેલી મેચ ગત સિઝનની ફાઈનલમાં રનર્સ અપ રહેનારી ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ટીમ વચ્ચે પહેલી મેચ રમાશે. દુબઈમાં ચેન્નઇ ટીમ દ્વારા એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં જાડેજા , ધોની સહીતના ખેલાડીઓને સન્માનીત કરાયા હતા.

આઈપીએલ શરૂ થાય તે પહેલા ચેન્નઇ સુપર કિંગ્સ ટીમે એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ચેન્નઇ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને ગોલ્ડન ટોપી આપવામાં આવી હતી તો ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાને ગોલ્ડન તલવાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.