નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ચેન્નાઇ સુપર કિંગ્સની સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટકરાવવાની છે. સાંજે મેચ શરૂ થશે, પરંતુ આજની મેચ ધોની માટે ખાસ મહત્વની છે, કેમકે આજની મેચમાં ધોની બે મોટા રેકોર્ડને પોતાના નામ કરી શકે છે. આમ તો ધોની માટે આઇપીએલ સક્સેસ ટૂર્નામેન્ટ રહી છે, ત્રણ ત્રણ વાર ટાઇટલ પણ પોતાના નામે કરી ચૂક્યો છે.
આઇપીએલમાં 4500 રન
ધોનીએ 193 આઇપીએલ મેચોમાં 42.22ની એવરેજથી 4476 રન બનાવ્યા છે, અને તે 4500ના આંકડાથી માત્ર 24 રન જ દુર છે. આઇપીએલમાં ધોનીથી વધુ રન માત્ર વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, ડેવિડ વોર્નર, શિખર ધવન, એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલે જ બનાવ્યા છે.
300 છગ્ગામાંનો રેકોર્ડ
ટી-20 ક્રિકેટમાં 300 છગ્ગા ફટકારનારો ધોની ભારતનો ત્રીજો ખેલાડી બની શકે છે. ધોનીના ખાતામાં હાલ 298 છગ્ગા છે, તે 300 છગ્ગાના મુકામથી માત્ર બે છગ્ગા દુર છે. ધોની સિવાય બે ભારતીય બેટ્સમેનો છે જેને ટી20 ક્રિકેટમાં 300થી વધુ છગ્ગા ફટકાર્યા છે. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના ખાતમાં 371 છગ્ગા છે, જ્યારે સુરેશ રૈના 311 છગ્ગા ફટકારી ચૂક્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સનો મુખ્ય ખેલાડી સુરેશ રૈના આ વખતે આઇપીએલમાં નથી રમી રહ્યો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
આજની મેચમાં માત્ર 24 રન બનાવતાં જ ધોની પોતાના નામે કરી લેશે આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2020 02:53 PM (IST)
આજની મેચ ધોની માટે ખાસ મહત્વની છે, કેમકે આજની મેચમાં ધોની બે મોટા રેકોર્ડને પોતાના નામ કરી શકે છે
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -