નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની હાલ ક્રિકેટની દુનિયાથી દુર છે, આમા તો હાલ દેશમાં લૉકાડઉનની સ્થિતિ ચાલી રહી છે, જેના કારણે ધોની સહિતના સ્ટાર્સ પોતાના ઘરમાં છે. જોકે તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં ધોની બાઇક કે કાર નહીં પણ ટ્રેક્ટર ચલાવતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો ફાર્મહાઉસનો છે.


મહેન્દ્ર સિંહ ધોનીને ઓર્ગેનિક ફાર્મિંગમાં રસ છે, અને લૉકડાઉન દરમિયાન તેને ટ્રેક્ટર પર પણ હાથ અજમાવ્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સે પોતાના ટ્વીટર હન્ડલ પર થી એમએસ ધોનીનો ટ્રેક્ટર ચલાવતો વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં કેપ્શનમાં લખ્યું હતુ, - 'થાલા ધોની ને અપને નયે બીસ્ટ મે રાજા સર કે સાથે કી મુલાકાત'



ધોનીના ટ્રેક્ટરનુ નામ સ્વરાજ 963 FE છે, જેમાં ફૉર વ્હિલ ડ્રાઇવ સિસ્ટમ લાગેલી છે, આમાં 3478 સીસીના ત્રણ સિલિન્ડર ઇન્ડન લાગેલા છે, જે 60 થી 65 હોર્સપાવર સુધી પાવર જનરેટ કરી શકે છે.



ખાસ વાત છે કે, ક્રિકેટથી દુર 38 વર્ષીય ધોની આ ત્રણ મહિનાા લૉકડાઉનમાં ખેતી કરતો દેખાયો હતો, ધોની પોતાના રાંચી સ્થિત 7 એકરમાં પથરાયેલા ફાર્મહાઉસમાં ઘણીવાર આ રીતનો સમય વિતાવે છે.