ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં હાર્દિક પોતાના ઘરમાં નતાશાની સાથે બેઠો છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા નતાશાને પુછે છે, બેબી, હુ શું છુ તારો? આના જવાબમાં નતાશા હસવા લાગે છે, અને કહે છે, જિગરનો ટુકડો....
આ પછી હિન્દીમાં નતાશાની અવાજનો મજાક ઉડાવતા હાર્દિક પંડ્યા તેની નકલ કરે છે.
હાર્દિક પંડ્યાએ ક્રોએશિયા મૉડલ-એક્ટ્રેસ નતાશાની સાથે આ વર્ષે જાન્યુઆરીમાં સગાઇ કરી હતી. બન્નેએ પોતાની સગાઇની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દુર છે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને પીઢમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેની ક્રિકેટના મેદાન પર વાપસી થઇ શકી ન હતી. જોકે, લૉકલ ટી20 મેચમાં હાર્દિક પંડ્યાએ વાપસી કરતા શાનદાર બેટિંગ અને બૉલિંગ કરી હતી.