WPL 2024: મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું
મહિલા પ્રીમિયર લીગ આજથી શરૂ થઈ રહી છે. આ મેચ સંબંધિત તમામ લાઈવ અપડેટ તમે અહીં વાંચી શકો છો.

Background
WPL 2024: મહિલા પ્રીમિયર લીગ આજથી શરૂ થઈ રહી છે. આ સીઝનની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચથી થશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ સિઝન જીતી હતી. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ પોતાના ટાઈટલને બચાવવા મેદાનમાં ઉતરશે.
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું છે. છેલ્લા બોલે 5 રનની જરુર હતી ત્યારે એસ સજાનાએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. મુંબઈ તરફથી યાસ્તિકા ભાટિયા અને કેપ્ટન હરમનપ્રિતે ફિફ્ટી ફટકારી હતી.
અમેલિયા કેર બાદ પૂજા વસ્ત્રાકર પણ પેવેલિયન પરત ફરી
મુંબઈ ઈન્ડિયન્સને આઠ બોલમાં બે ઝટકા લાગ્યા છે. ટીમને ચોથો ફટકો એમેલિયા કેરના રૂપમાં લાગ્યો હતો જેને શિખા પાંડેએ આઉટ કરી હતી. તે જ સમયે પૂજા વસ્ત્રાકર એક રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.
મુંબઈની બીજી વિકેટ પડી
સાતમી ઓવરના પહેલા બોલ પર મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો લાગ્યો હતો. નતાલી સિવર બ્રન્ટ 19 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. અરુંધતી રેડ્ડીએ તેને ક્લીન બોલ્ડ કરી હતી. હાલમાં યાસ્તિકા ભાટિયા 30 રને અણનમ અને કેપ્ટન હરમનપ્રીત કૌર પાંચ રને અણનમ રમી રહી છે. બે વિકેટ ગુમાવીને ટીમનો સ્કોર 50 રન છે.
મુંબઈને પહેલી જ ઓવરમાં મોટો ફટકો લાગ્યો
મુંબઈને પહેલી જ ઓવરમાં મોટો ફટકો પડ્યો છે. હેલી મેથ્યુઝ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી છે.
દિલ્હીએ મુંબઈને 172 રનનો ટાર્ગેટ આપ્યો
દિલ્હીએ મુંબઈને 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની પ્રથમ મેચમાં દિલ્હીએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા છે.
કેપ્સી બાદ જેમિમાહ રોડ્રિગ્સ પણ પેવેલિયન પરત ફરી
એલિસ કેપ્સી બાદ જેમિમાહ રોડ્રિગ્સ પણ પેવેલિયન પરત ફરી હતી. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલી જેમિમાહ 42 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેમીમાના રૂપમાં દિલ્હીને આ ચોથો ફટકો હતો. હાલમાં મેરિજન કેપ (16) અને એનાબેલ સધરલેન્ડ (1) ક્રિઝ પર અણનમ રમી રહ્યા છે.
8 ઓવર પછી દિલ્હીનો સ્કોર 57/1
8 ઓવર પછી દિલ્હીનો સ્કોર 57/1 છે. હાલમાં ક્રિઝ પર કેપ્ટન મેગ લેનિંગ 21 બોલમાં 30 રન બનાવીને અણનમ અને એલિસ કેપ્સી 25 બોલમાં 30 રન બનાવીને અણનમ રમી રહી છે. ટીમને પહેલો ફટકો શેફાલી વર્માના રૂપમાં લાગ્યો હતો જે માત્ર એક રન બનાવીને આઉટ થઈ હતી.
દિલ્હીને પ્રથમ ફટકો
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો લાગ્યો છે. ઓપનર શેફાલી વર્મા એક રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. તે ત્રીજી ઓવરના પહેલા બોલ પર શબનિમ ઈસ્માઈલના હાથે આઉટ થઈ હતી. હાલમાં દિલ્હીનો સ્કોર 3/1 છે.
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન
શેફાલી વર્મા, મેગ લેનિંગ (કેપ્ટન), એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝૈન કેપ, અન્નાબેલ સધરલેન્ડ, અરુંધતી રેડ્ડી, મિનુ મણિ, તાનિયા ભાટિયા (વિકી), રાધા યાદવ અને શિખા પાંડે.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન
હેલી મેથ્યુઝ, નટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (wk), અમેલિયા કેર, અમનજોત કૌર, એસ સજના, પૂજા વસ્ત્રાકર, શબનીમ ઈસ્માઈલ, કીર્તન બાલકૃષ્ણન અને સેકા ઈશાક.
હરમનપ્રીત કૌરે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
વુમન્સ પ્રીમિયર લીગ 2024 સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો સામસામે છે. બંને ટીમો વચ્ચેની મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે મેગ લેનિંગની કપ્તાની હેઠળની દિલ્હી કેપિટલ્સ પ્રથમ બેટિંગ કરશે.