IPL Playoffs Race: મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ જીત બાદ રોહિત શર્માની ટીમ 16 પોઈન્ટ સાથે ચોથા નંબર પર પહોંચી ગઈ છે.   સનરાઈઝર્સ હૈદરાબાદ પર મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.


શું મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકશે ?


જોકે, મુંબઈ ઈન્ડિયન્સની સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની જીત બાદ જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ ચોથા સ્થાન પર છે. જોકે, આ સિવાય ટોપ-3 ટીમોના સ્થાનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગુજરાત ટાઇટન્સ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટોપ-3માં સ્થાન ધરાવે છે. ગુજરાત ટાઇટન્સના 13 મેચમાં 18 પોઈન્ટ છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના 17-17 પોઈન્ટ છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સિવાય  રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની દાવેદાર છે.


RCB પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે ?



જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સને હરાવશે તો તે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની જશે. બીજી તરફ જો આમ થશે તો મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. જો કે ગુજરાત ટાઇટન્સ સામેની જીત છતાં  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 16 પોઈન્ટ હશે, જ્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સના પણ 16 પોઈન્ટ છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વધુ સારા નેટ રન રેટને કારણે પ્લેઓફ માટે ક્વોલિફાય થશે.


આ સિવાય રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પ્રથમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 


કેમેરોન ગ્રીને 47 બોલમાં સદી ફટકારી મુંબઈને જીત અપાવી


મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે મુંબઈ પ્લેઓફની નજીક પહોંચી ગયું છે. કેમરન ગ્રીને ટીમ માટે તોફાની બેટિંગ કરી હતી. તેણે અણનમ સદી ફટકારી હતી. ગ્રીને 47 બોલમાં 100 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 56 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ 18 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.


જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ગુજરાત ટાઇટન્સ સામેની મેચ જીતી જશે તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની સફરનો અંત આવશે. જો કે, ગુજરાત ટાઇટન્સ સામેની મેચ જીતવા છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 16 પોઈન્ટ હશે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના પણ 16 પોઈન્ટ છે, પરંતુ વધુ સારા નેટ રન રેટના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચી જશે.