MI vs DC: દિલ્હી સામે મુંબઈની શાનદાર જીત, MI પ્લેઓફ માટે ક્વોલિફાય, દિલ્હી કેપિટલ્સ બહાર

MI vs DC Live Updates: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાશે. અહીં તમને મુંબઈ-દિલ્હી મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 21 May 2025 11:28 PM

બ્રેકગ્રાઉન્ડ

Mumbai Indians vs Delhi Capitals Live Updates આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 18 ની 63મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ (MI vs DC) વચ્ચે છે. વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે...More

મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રને હરાવ્યું

MI vs DC Highlights IPL 2025:  મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રને હરાવ્યું. આ સાથે, મુંબઈએ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને દિલ્હી પ્લેઓફમાંથી બહાર થઈ ગયું છે. આ મેચમાં, MI ટીમે પ્રથમ બેટિંગ કરી અને 180 રન બનાવ્યા. મુંબઈએ છેલ્લી 2 ઓવરમાં 48 રન ઉમેરીને આ મોટો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં દિલ્હી ફક્ત 121 રન જ બનાવી શક્યું હતું. ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પછી મુંબઈ હવે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે.