Mushfiqur Rahim Helmet Celebration:  ક્રિકેટમાં ફરી એકવાર ટાઈમ આઉટનો વિવાદ સામે આવ્યો છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી T20 અને ODI શ્રેણીમાં આ વિવાદ પેદા થયો હતો. વાસ્તવમાં  અગાઉ શ્રીલંકાએ બાંગ્લાદેશને ઘરઆંગણે ટી-20 શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી.






આ પછી શ્રીલંકાના ખેલાડીઓએ ટાઈમ આઉટની ઉજવણી કરી અને બાંગ્લાદેશી ટીમને ચીડવી હતી. પરંતુ હવે બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને 3 મેચની વનડે શ્રેણીમાં 2-1થી હરાવીને સ્કોર સેટલ કરી લીધો છે.


બાંગ્લાદેશી ખેલાડીઓએ બદલો લીધો


આ સિવાય ટાઈમ આઉટ સેલિબ્રેશનનો પણ જોરદાર રીતે બદલો લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશી ખેલાડીઓ વનડે શ્રેણી જીત્યા બાદ ટ્રોફી સાથે ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન બાંગ્લાદેશની ટીમને ટ્રોફી આપવામાં આવી, ત્યારબાદ મુશ્ફિકુર રહીમ તૂટેલું હેલ્મેટ લઈને આવ્યો અને તેને પોતાના સાથી ખેલાડીઓને બતાવવા લાગ્યો. આ પછી તમામ ખેલાડીઓ હસવા લાગ્યા હતા.


બાંગ્લાદેશ ટીમનું આ હેલ્મેટ સેલિબ્રેશન ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જ્યારે શ્રીલંકાની ટીમે ટી-20 સીરિઝ જીતી ત્યારે આખી ટીમે હાથમાં ઘડિયાળ તરફ ઈશારો કરીને પોઝ આપ્યો હતો.


આ રીતે 'ટાઇમ આઉટ વિવાદ' શરૂ થયો


નોંધનીય છે કે ગયા વર્ષે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાયો હતો. દરમિયાન, 6 નવેમ્બરે, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં આ 'ટાઈમ આઉટ વિવાદ'  થયો હતો. ત્યારબાદ બાંગ્લાદેશ સામેની મેચમાં શ્રીલંકાની ઈનિંગ દરમિયાન એન્જેલો મેથ્યુઝને 25મી ઓવરમાં ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો.


146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ અપાયો હતો. આ 25મી ઓવર શાકિબે ફેંકી હતી, જેના બીજા બોલ પર સાદિરા સમરવિક્રમા આઉટ થઈ ગયો હતો. આ પછી મેથ્યુઝ મેદાનમાં આવ્યો, પરંતુ પીચ પર પહોંચતા જ તેના હેલ્મેટની પટ્ટી પહેરતી વખતે તૂટી ગઈ હતી.


ત્યારબાદ મેથ્યુઝે તરત જ ડ્રેસિંગ રૂમ તરફ ઈશારો કર્યો અને બીજું હેલ્મેટ મંગાવ્યુ હતું પરંતુ નઝમુલ હુસૈન સેન્ટોની વિનંતી પર બોલર શાકિબ અલ હસને અપીલ કરી જેના પર મેદાન પરના અમ્પાયરે મેથ્યુઝને ટાઈમ આઉટ આપ્યો હતો. આ રીતે મેથ્યુઝ એકપણ બોલ રમ્યા વગર આઉટ થઈ ગયો હતો. ત્યારથી જ્યારે પણ આ બંને ટીમો આમને-સામને આવે છે, ત્યારે 'ટાઇમ આઉટ વિવાદ' તાજો થાય છે.