Shai Hope and Rovman Powell: વેસ્ટ ઇન્ડિઝે વનડે અને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે બે અલગ અલગ કેપ્ટન પસંદ કર્યા છે. શાઇ હૉપ (Shai Hope) હવે વેસ્ટ ઇન્ડિઝ ટીમનો વનડે કેપ્ટન હશે, વળી, રૉવમેન પૉવેલને (Rovman Powell) ટી20 ટીમની જવાબદારી સોંપવામાં આવી છે, આ પહેલા બન્ને ખેલાડીઓ આ અલગ અલગ ફૉર્મેટમાં ઉપકેપ્ટન હતા, બન્ને ફૉર્મેટની કેપ્ટનશીપ નિકોલસ પૂરન કરી રહ્યો હતો, જેને ટી20 વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમના ફ્લૉપ પ્રદર્શન બાદ કેપ્ટનશીપ પરથી રાજીનામુ આપી દીધી હતુ.  


રૉમવેન પૉવેલ બતાવી ચૂક્યો છે કેપ્ટનશીપનો દમ - 
રૉમવેન પૉવેલે 2017માં વેસ્ટ ઇન્ડિઝ માટે ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ હતુ, તેના ટી20 આંકડા એટલા દિલચસ્પ તો નથી રહ્યાં, પરંતુ તે છેલ્લા ત્રણ વર્ષોમાં જમૈકા તલાવાસની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ગયા વર્ષે તે પોતાની ટીમને કેરેબિયન પ્રીમિયર લીગની ફાઇનલ સુધી લઇ ગયો હતો. 'રિઝનલ સુપર -50' માં પણ તે જમૈકાની કેપ્ટનશીપ કરતો હતો, પૉવેલે અત્યાર સુધી 55 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી છે. અહીં તેને 46 ઇનિંગોમાં 23.43 ની એવરેજથી 890 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 134.64 ની રહી છે. 


માર્ચમાં થશે નવા કેપ્ટનોની અગ્ની પરીક્ષા - 
શાઇ હૉપ અને રૉવમેન પૉવેલ બન્ને 29 વર્ષના ખેલાડીઓ છે. માર્ચમાં આ બન્ને ખેલાડીઓ કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે. ખરેખરમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર બે ટેસટ્ મેચ રમ્યા બાદ વનડે અને ટી20 સીરીઝ રમશે. આ બન્ને સીરીઝ 16 માર્ચથી 28 માર્ચની વચ્ચે રમાવવાની છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝની ટેસ્ટ કેપ્ટનશીપ ક્રેગ બ્રેથવેટના હાથોમાં છે. 


IND vs WI, WT20: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટથી આપી હાર, આ ખેલાડી રહ્યા જીતના હીરો


IND vs WI, WT20:  મહિલા T20 વર્લ્ડ કપ 2023ની બીજી મેચમાં ભારતે શાનદાર જીત નોંધાવી હતી. બુધવારે કેપટાઉનમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 119 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 18.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી રિચા ઘોષે 44 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી. ભારતે તેની છેલ્લી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.


રિચા ઘોષની ફટકાબાજી


રિચા ઘોષે આક્રમક બેટિંગ કરી. . તેણે 32 બોલનો સામનો કરીને અણનમ 44 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ભારતે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.


ભારતની જીતના હીરો



  • દીપ્તિ શર્માઃ ભારત તરફથી દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 15 રન આપ્યા હતા.

  • રિચા ઘોષઃ રિચા ઘોષે આક્રમક બેટિંગ કરી. તેણે 32 બોલનો સામનો કરીને અણનમ 44 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. 

  • શેફાલી વર્માઃ શેફાલી વર્માએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. શેફાલીએ 23 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા

  • હરમનપ્રીત કૌરઃ હરમનપ્રીતે રિચા સાથે સારી ભાગીદારી કરી હતી. આ પછી તે 42 બોલમાં 33 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે 3 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.