T20 WC 2022: ટી20 વર્લ્ડકપ 2022માં સુપર -12માં માત્ર છ મેચો બચી છે, પરંતુ અત્યાર સુધી એકપણ ટીમ સેમિ ફાઇનલમાં નથી પહોંચી શકી. ટૂર્નામેન્ટ એટલી નજીક આવી ગઇ છે, છતાં અંતિમ ચાર માટે હજ સુધી ચાર ટીમો ફાઇનલિસ્ટ નથી થઇ શકી. ટી20 વર્લ્ડકપમાં હવે સેમિ ફાઇનલમાં પહોંચવાની રેસ વધુ રોચક બની ગઇ છે, કેમ કે સાત ટીમો એવી છે જે હજુ પણ ગમે ત્યારે સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. અત્યારે ગૃપ 1 અને ગૃપ 2માં માત્ર એક એક ટીમો જ એવી છે જે એક સેમિ ફાઇનલ સુધી આસાનીથી પહોંચી શકે છે, પરંતુ તેમની એક હાર તેમને મોટુ નુકશાન પણ કરી શકે છે, આ ટીમો ભારત અને ન્યૂઝીલેન્ડની છે.
ગૃપ-1માં શું બની રહ્યું છે સમીકરણ ?
ગૃપ 1માં ન્યૂઝીલેન્ડે આયરલેન્ડ સામે મેચ રમવાની છે અને જીતીને તે આસાનીથી સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. પરંતુ જો આયરલેન્ડ સામે ન્યૂઝીલેન્ડ આ મેચ હારી જાય છે તો મામલો રોચક બની શકે છે. આવામાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પોતાની મેચ જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. જો ત્રણેયે પોતાની મેચ જીતશે તો પછી ન્યૂઝીલેન્ડની સાથે ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં પહોંચી જશે. કેમ કે તેનો રનરેટ ઓસ્ટ્રેલિયા કરતા વધુ સારો છે, જો ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડમાંથી કોઇ પોતાની મેચ હારી જાય છે અને શ્રીલંકા ઇંગ્લેન્ડને હરાવી દે છે, તો પછી શ્રીલંકા સેમિ ફાઇનલમાં પહોંચી જશે.
ગૃપ 2માં રોચક થઇ લડાઇ
પાકિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની હાર બાદ ગૃપ 2માં લડાઇ વધુ રોચક બની ગઇ છે. ભારત માટે આસાની વાળી વાત બની ગઇ છે કે તે ઝિમ્બાબ્વેને હરાવે અને સેમિ ફાઇનલમાં પહોંચી જાય. જો ભારત આ મેચ હારી જાય છે, તો પણ તેને હારના અંતરને ઓછુ રાખવાની કોશિશ કરવી પડશે. દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડસ વિરુદ્ધ મેચમાં હારથી બચવુ પડશે, જો મેચમાં વરસાદ પડશે અને રદ્દ થશે તો દક્ષિણ આફ્રિકા માટે મુશ્કેલી ઉભી થશે. પાકિસ્તાન માટે મોકો ત્યારે બનશે જ્યારે તે બાંગ્લાદેશને હરાવે, અને દક્ષિણ આફ્રિકા પોતાની છેલ્લી મેચ હાર જાય. ભારતની હાર છતાં રન રેટના કારણે પાકિસ્તાનનુ તેનાથી આગળ નીકળવુ મુશ્કેલ બનશે.