NZ vs IRE, AUS vs AFG: ટી20 વર્લ્ડકપ 2022માં આજે બે મેચો રમાશે. આ બન્ને મેચો સેમિ ફાઇનલ માટે ખુબ મહત્વની છે. પહેલી મેચ ન્યૂઝીલેન્ડ અને આયરલેન્ડ (NZ vs IRE)ની વચ્ચે રમાશે, વળી, બીજી મેચમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (AUS vs AFG)ની વચ્ચે ટક્કર થશે. બન્ને મેચો સેમિ ફાઇનલની રીતે ખુબ મહત્વની છે. ન્યૂઝીલેન્ડ મેચ જીતીને આસાનીથી સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે. વળી, ઓસ્ટ્રેલિયાને અંતિમ ચારમાં એન્ટ્રી માટે એક મોટી જીતની જરૂર રહેશે, નાની જીત મળવા પર તેને ઇંગ્લેન્ડ અને શ્રીલંકાના પરિણામો પર નિર્ભર રહેવુ પડશે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આયરેલન્ડ -
ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી આ વર્લ્ડકપમાં દમદાર રમત બતાવી છે, ટીમે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને કરારી હાર આપી છે. વળી, તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. હાલ કીવી ટીમ 5 પૉઇન્ટ અને જબરદસ્ત રન રેટની સાથે ટૉપ પર છે. આયરલેન્ડ વિરુદ્ધ મેચ જીતીને તે પોતાની સેમિ ફાઇનલની ટિકીટ પાક્કી કરી શકે છે.
વળી, આયરિશ ટીમ માટે આ વર્લ્ડકપ જબરદસ્ત રહ્યો છે, આ ટીમે ફર્સ્ટ રાઉન્ડમાં વેસ્ટ ઇન્ડિઝ અને સુપર 12માં ઇંગ્લેન્ડને માત આપી છે. આમ તો આયરિશ ટીમ પણ અત્યારે સેમિ ફાઇનલની દોડમાંથી પુરેપુરી રીતે બહાર નથી થઇ. પરંતુ તેને અંતિમ 4માં પહોંચવા માટે ભાગ્ય અને ઉલટફેરની સાથે જીતની જરૂર પડશે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અફઘાનિસ્તાન -
યજમાન ઓસ્ટ્રેલિયાને સેમિ ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાન વિરુદ્ધ હર હાલમાં જીત નોંધાવવી પડશે. તેનો રન રેટ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડમાં બહુ જ ઓછો છે. આવામાં તે એક મોટી જીતની શોધમાં છે. આ પછી પણ કાંગારુ ટીમને ઇંગ્લેન્ડ અને શ્રીલંકા મેચમાં ઇંગ્લિશ ટીમને હારવાની દુઆ કરવી પડશે. વળી, અફઘાન ટીમ સેમિ ફાઇનલની રેસમાં બહાર થઇ ચૂકી છે. તે પોતાની છેલ્લી મેચ જીતીને ટૂર્નામેન્ટમાંથી વિદાય લેવા માંગશે.
T20 વર્લ્ડ કપ સુપર 12 સ્ટેજમાં ગ્રુપ 2ની બાકીની મેચો
6 નવેમ્બર: દક્ષિણ આફ્રિકા v/s નેધરલેન્ડ, એડિલેડ ઓવલ
6 નવેમ્બર: પાકિસ્તાન v/s બાંગ્લાદેશ, એડિલેડ ઓવલ
6 નવેમ્બર: ભારત v/s ઝિમ્બાબ્વે, MCG, સિડની