RCB New Captain IPL 2025: હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવામાં લગભગ ત્રણ મહિના બાકી છે. IPL 2025માં ઘણી એવી ટીમો છે જે નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. આમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ સામેલ છે. RCBએ IPL 2025ની હરાજી પહેલા તેના જૂના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને બહાર કરી દીધો હતો. ત્યારબાદ બેંગ્લુરુ તરફથી તેને ફરીથી હરાજીમાં પણ ખરીદવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે.           


ટીમ નવા કેપ્ટન સાથે IPL 2025માં પ્રવેશ કરશે


RCB નવા કેપ્ટન સાથે IPL 2025માં પ્રવેશ કરશે. દરમિયાન, કેપ્ટનને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. જો અહેવાલોનું માનીએ તો યુવા બેટ્સમેન રજત પાટીદાર 18મી સિઝનમાં આરસીબીના કેપ્ટન હશે. આ પહેલા સમાચાર હતા કે વિરાટ કોહલી ફરી એકવાર ટીમની કમાન સંભાળશે.  હજુ સુધી ફ્રેન્ચાઈઝીએ નવા કેપ્ટનને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.


સૈયદ મુસ્તાક અલીમાં પાટીદાર કેપ્ટન હતો


રજત પાટીદાર તાજેતરમાં સ્થાનિક ક્રિકેટની પ્રતિષ્ઠિત T20 ટ્રોફી સૈયદ મુસ્તાક અલીમાં મધ્યપ્રદેશનો કેપ્ટન હતો. તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને ફાઇનલમાં પહોંચાડી. જોકે તે ટીમને ટાઈટલ અપાવી શક્યો ન હતો. આ ટુર્નામેન્ટમાં પાટીદારે પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રણ ઝડપી અડધી સદી ફટકારી હતી. હવે સમાચાર છે કે રજત પાટીદાર IPL 2025માં પણ RCBની કમાન સંભાળશે.


હરાજી પહેલા એવા સમાચાર હતા કે વિરાટ કોહલી ફરી એકવાર RCBની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. જો કે ફરી રજત પાટીદારની કેપ્ટનશીપના સમાચાર આવ્યા છે. આવી સ્થિતિમાં, 18મી સિઝનમાં ફ્રેન્ચાઇઝી કોને કેપ્ટન બનાવે છે તે જોવું રહ્યું.


IPL 2025 માટે RCB ટીમ- વિરાટ કોહલી, રજત પાટીદાર, યશ દયાલ, લિયામ લિવિંગસ્ટોન, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, રસિખ ડાર સલામ, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ,  નુવાન તુષારા, મનોજ ભંડાગે, જેકબ બેથલ, દેવદત્ત પડિકલ, સ્વસ્તિક ચિકારા, લુંગી નગીડી, અભિનંદન સિંહ અને મોહિત રાઠી. 


Border Gavaskar Trophy: બુમરાહ 'વન મેન આર્મી', કોહલી-રોહિત ફ્લોપ, ભારત 3-1થી હાર્યું સીરીઝ