Matt Henry Injury Update: ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ મેચ આજે દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે, આજે કીવી ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ પહેલા કીવી ટીમ માટે એક મોટો ઝટકારૂપ સમાચાર સામે આવ્યા છે. સ્ટાર બૉલર ફાઇનલ મેચ નથી રમી રહ્યો. 


કીવી ટીમને ઝટકો, ભારત માટે સારા સમાચાર ?
ટૉસ બાદ સામે આવેલી પ્લેઇંગ ઇલેવનમાં કીવી ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો એ લાગ્યો છે કે ટીમનો ખતરનાક ખેલાડી મેટ હેનરી ઈજાના કારણે ફાઇનલમાંથી બહાર થઈ ગયો છે. આ મેચ માટે ન્યૂઝીલેન્ડે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યા છે. ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની ફાઇનલ મેચ માટે ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરવા મેદાનમાં ઉતરશે.


મેચ પહેલા જ ન્યૂઝીલેન્ડ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કીવી ટીમનો સૌથી ઘાતક બૉલર મેટ હેનરી ફાઇનલમાંથી બહાર થઇ ગયો છે. આ પહેલા જ અનુભવી ભારતીય ખેલાડી આકાશ ચોપડાએ ઉત્સાહ વ્યક્ત કર્યો છે કે ટાઇટલ મુકાબલામાં બે ઝડપી બોલરો, મોહમ્મદ શમી અને મેટ હેનરી વચ્ચેનો મુકાબલો રસપ્રદ રહેશે. વળી, ચોપડાએ એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે મેટ હેનરી અંતિમ મેચ માટે સંપૂર્ણપણે ફિટ નથી, તે સાચુ પડ્યુ છે, આજે મેચમાંથી બહાર છે, ખાસ વાત છે કે, મેટ હેનરીએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 10 વિકેટ લીધી છે.


પોતાની યુટ્યુબ ચેનલ પર ચર્ચા કરતી વખતે આકાશ ચોપડાએ કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં મોહમ્મદ શમી અને મેટ હેનરીમાંથી કોણ સારું રહ્યું છે તે કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું, "એક તરફ મોહમ્મદ શમી છે, તો બીજી તરફ મેટ હેનરી છે. તમે તેમાંથી એકને કેવી રીતે પસંદ કરી શકો છો? બંને વચ્ચે કઠિન સ્પર્ધા થશે. જો હેનરીએ આપણી સામે 5 વિકેટ લીધી હોત, તો શમીએ બાંગ્લાદેશ સામે પણ આવું જ કર્યું હોત. હેનરી ફાઇનલ રમી શકશે કે નહીં તે અંગે થોડી શંકા છે. મને ખબર નથી કે તે શું નિર્ણય લેશે?"


મેટ હેનરીએ અત્યાર સુધીમાં ચેમ્પિયન્સ ટૂર્નામેન્ટમાં કુલ 10 વિકેટ લીધી છે. ૫ માર્ચે દક્ષિણ આફ્રિકા સામેની સેમિફાઇનલ મેચમાં બોલ પકડતી વખતે તેને ખભામાં ઈજા થઈ હતી. ત્યારથી, હેનરીની ફિટનેસ ચિંતાનો વિષય રહી છે. બીજી તરફ, આકાશ ચોપડાએ મોહમ્મદ શમી વિશે કહ્યું કે આ કદાચ ICC ટ્રૉફી જીતવાની તેની છેલ્લી તક હશે. ચોપરાએ શંકા વ્યક્ત કરી કે શમીને 2026ના T20 વર્લ્ડ કપની યોજનાઓમાં સામેલ કરવામાં નહીં આવે. શમી અને હેનરીમાંથી ચેમ્પિયન્સ ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બને છે તે જોવું રસપ્રદ રહેશે.


આ પણ વાંચો


IND vs NZ: રોહિત શર્માએ ટોસ હારી ફરી બનાવ્યો શરમજનક રેકોર્ડ