IND vs NZ :  દુબઈમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમને જીત માટે 252 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ-બ્રેસવેલે અડધી સદીની ઈનિંગ રમી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવા માટે ટીમ ઈન્ડિયાએ 252 રન બનાવવા પડશે.   


ન્યૂઝીલેન્ડે ભારતને 252 રનનો લક્ષ્યાંક આપ્યો


ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 252 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 251 રન બનાવી શકી હતી. છેલ્લી પાંચ ઓવરમાં 50 રન બનાવ્યા હતા, જેના કારણે ન્યૂઝીલેન્ડ આ આંકડાને સ્પર્શી શક્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમે શરુઆત ખૂબ જ સારી કરી હતી પરંતુ બાદમાં વિકેટો પડવાનું શરુ થયું હતું.             






આ સ્કોરમાં સૌથી મોટો ફાળો માઈકલ બ્રેસવેલનો હતો. તેણે પોતાની ODI કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. બ્રેસવેલે 40 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય ડેરિલ મિશેલે 63 રન અને ગ્લેન ફિલિપ્સે 34 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ જાડેજાને એક વિકેટ મળી હતી. શમીએ એક વિકેટ અને એક ખેલાડી રનઆઉટ થયો હતો.


દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. રચિન રવિન્દ્ર અને વિલ યંગે ન્યૂઝીલેન્ડને શાનદાર શરૂઆત અપાવી હતી. રવિન્દ્રએ 29 બોલમાં 37 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કેન વિલિયમસન માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સની 57 રનની ભાગીદારીએ ન્યૂઝીલેન્ડને ઘણી હદ સુધી મેચમાં પરત લાવી દીધું હતું. મિશેલે 63 અને ફિલિપ્સે 34 રન બનાવ્યા હતા. 


IND vs NZ: રોહિત શર્માએ ટોસ હારી ફરી બનાવ્યો શરમજનક રેકોર્ડ