New Zealand Tour of India 2023: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે સારીઝની પ્રથમ વનડે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જો તમે આજની મેચ જોવા માંગતા હોય અને સ્ટેડિયમમાં જવાની પુરેપુરી ઇચ્છા છે, તો અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ કે આજની મેચ માટે તમે કઇ રીતે ને ક્યાંથી ટિકીટ ખરીદી શકો છો. તમે તમારી સીટ ઓનલાઇન પણ બુક કરાવી શકો છો. આ મેચ માટે ઓફલાઇનની સાથે સાથે ઓનલાઇન ટિકીટ બુકિંગ માટે પણ વ્યવસ્થા છે.


જાણો કઇ રીતે બુક કરાવી શકો છો ટિકીટ - 
પોતાના સ્માર્ટફોન પર BookMyShow એપ ઓપન કરો, અને ટિકીટ બુકિંગ સેક્શનમાં જાઓ. 
‘ઇવેન્ટ ટિકીટ’ પર ક્લિક કરો અને IND વિરુદ્ધ NZ 1st ODI ઓપ્શન સર્ચ કરો. 
તે ટેબને ઓપન કરો અને પછી ‘અત્યારે ખરીદો’ ઓપ્શન પર ક્લિક કરો. 
ટિકીટની તે સીરીઝનું સિલેક્શન કરો, જેને તમે ખરીદવા માંગો છો, અને પછી સીટ પસંદ કરો.
સીટ કન્ફૉર્મ કર્યા બાદ ડિલીવર કરવામાં આવનારી ટિકીટ માટે પોતાના એડ્રેસની ડિટેલ ભરો.
અંતમાં, ટિકીટ ખરીદવા માટે પોતાના પેટીએમ ખાતામાંથી ચૂકવણી કરો, 
ટિકીટ મેચની તારીખથી બે દિવસ પહેલા બતાવવામાં આવેલા એડ્રેસ પર પહોંચી જશે. 
ખરીદદાર દ્વારા ઇ-મેઇલ/ એસએમએસના માધ્યમથી રેગ્યૂલર અપડેટ પ્રાપ્ત કરવામાં આવશે. 


જાણો કેટલામાં મળશે ટિકીટ ?
ભારતીય ફેન્સ મેચ જોવા માટે 10,000 રૂપિયાથી લઇને 7,500 રૂપિયા સુધીની ટિકીટ ખરીદી શકે છે. જોકે, સીટોનું બુકિંગ ઝડપથી ચાલી રહ્યું છે, જેના કારણે કેટલાક ફેન્સને મોડુ કરવામાં નિરાશા પણ હાથ લાગી શકે છે.