Nitish Rana and Ayush Badoni Fight: હાલમાં રમાઈ રહેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી તેના અંત તરફ આગળ વધી રહી છે. આજે એટલે કે 11મી ડિસેમ્બર, બુધવારે ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાઈ હતી. બીજા ક્વાર્ટર ફાઇનલમાં દિલ્હી અને યુપીની ટીમો પણ આમને-સામને હતી. મેચમાં દિલ્હીના કેપ્ટન આયુષ બદોની અને યુપીના બેટ્સમેન નીતિશ રાણા વચ્ચે સામાન્ય ઝઘડો જોવા મળ્યો હતો. 






નીતિશ રાણા અને બદોની વચ્ચેની દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે નીતીશ રાણાનો મેદાન પર કોઈ ખેલાડી સાથે ઝઘડો થયો હોય. 2023 IPL દરમિયાન, નીતિશ અને રિતિક શૌકીન વચ્ચે દલીલ જોવા મળી હતી.


સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ક્વાર્ટર ફાઈનલમાં નીતિશ અને બદોની વચ્ચેની દલીલના વીડિયોમાં જોઈ શકાય છે કે નીતિશે બોલ દિલ્હીના આયુષ તરફ ફેંક્યો, જેના પર તે સિંગલ લેવા દોડે છે. બદોની નોન-સ્ટ્રાઈકરના અંતમાં આવતાની સાથે જ તેમની અને નીતિશ વચ્ચે દલીલ શરૂ થઈ જાય છે. ધીમે-ધીમે બંને નજીક આવવા લાગે છે, જેના કારણે અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડે છે.


દિલ્હીએ મેચ જીતી લીધી હતી


સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના  ક્વાર્ટર ફાઈનલ મેચમાં દિલ્હીએ ઉત્તર પ્રદેશને 19 રને હરાવ્યું હતું. મેચમાં ઉત્તર પ્રદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 193/3 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનિંગ કરનાર પ્રિયાંસ આર્યાએ સૌથી મોટી ઇનિંગ રમી હતી. પ્રિયાંસ આર્યાએ 31 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા.  આ સિવાય તેની સાથે ઓપનિંગ કરનાર યશ ધુલે પણ ફોર્મમાં જોવા મળ્યો હતો. યશ ધુલએ 34 બોલમાં 5 ચોગ્ગા અને શાનદાર બે સિક્સરની મદદથી 42 રનનું યોગદાન આપ્યું હતું. 


ત્યારબાદ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઉત્તર પ્રદેશની ટીમ 20 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.  ટીમ માટે પ્રિયમ ગર્ગે 34 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 54 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી.                 


IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો