IND VS NZ, 1st T20: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝની પ્રથમ મેચ રમાવવાની હતી, જોકે, વેલિંગટનમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે એમ્પાયરોએ આજની મેચને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ સીરીઝમં કીવી કેપ્ટન તરીકે વિલિયમસન છે તો ભારતીય ટીમની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.


હવે બન્ને ટીમો આગામી બીજી ટી20 મેચ માટે તૈયારીઓ કરશે, બીજી ટી20 20 નવેમ્બરે, રવિવારે બપોરે 12 વાગે બે ઓવલના માઉન્ટ મૉગાન્યૂમાં રમાશે. આ પીછી ત્રીજી અને અંતિમ ટી20 મેચ મંગળવારે નેપિયરમાં રમાશે. 


વેલિંગટનમાં વરસાદ ખુબ પડી રહ્યો હતો, જેના કરાણે ટૉસ પણ ન હતો થઇ શક્યો, એમ્પાયરોએ મેચ રદ્દ કરતાં પહેલા કટ ઓફ ટાઇમનો ઓપ્શન વિચાર્યો હતો, જે પ્રમાણે જો મેચ શરૂ થઇ હોય તો તે બપોરે 2 વાગ્યેને 16 મિનીટે શરૂ થઇ શકી હોત. પરંતુ વરસાદ સતત વધી રહ્યો હોવાના કારણે મેચ રદ્દ કરવાનો ફેંસલો સહમતીથી લેવામાં આવ્યો હતો.  


ભારત-ન્યૂઝીલેન્ડ હેડ ટૂ હેડ રેકોર્ડ 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 11 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 6 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે. 


ટી20 અને વનડે સીરીઝનો કાર્યક્રમ
ભારત અને ન્યૂઝીલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે. 


ભારતની T20I ટીમઃ
ભારતીય ટીમ - હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.


ન્યૂઝીલેન્ડની T20 ટીમ
ન્યૂઝીલેન્ડની T20 ટીમ: - કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, બ્લેર ટિકનર. 


કૉચ લક્ષ્મણની ટીમ ઇન્ડિયાને સલાહ
ભારતીય કૉચે ANI ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, મારા હિસાબે ટી20 ક્રિકેટમાં ખુબ સ્વતંત્રતા અને વિચારોની સ્પષ્ટતાની સાથે રમવાની જરૂર છે. મારા આ ખેલાડીઓની સાથે જે પણ સમય વ્યતિત કર્યો છે અને તેમને શાનદાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તરીકે વિકસીત થતા જોયા છે, મને લાગે છે કે આ તેમની તાકાત છે. લક્ષ્મણે કહ્યું કે સ્થિતિ અને પરિસ્થિતિ પર ધ્યાન આપીને રમવુ પડશે, તો જ જીત મળી શકશે. દરેકે રમવુ પડશે અને ટીમની જરૂરિયાતોને પુરી કરવી પડશે, મને લાગે છે કે લચીલાપન જરૂરી છે, પરંતુ ટી20 ક્રિકેટમાં તમારે ખુદને સાબિત કરવા પડે છે અને ત્યારે જ તમે સફળ થઇ શકો છો.


ભારતમાં ટીવી પર પણ થશે લાઇવ ટેલિકાસ્ટ -
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી20 સીરીઝના પ્રસારણના અધિકાર કોઇ ટીવી ચેનલ પાસે નથી, પરંતુ બુધવારે મોડી સાંજે ભારતીય ફેન્સ માટે આની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ સીરીઝની તમામ મેચોને હવે ભારતમાં ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઇ શકાશે. આ વિશે ડીડી સ્પોર્ટ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર આની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, આ સીરીઝનો આનંદ તમે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ અને બીજા ડિશ નેટવર્ક) પરથી ઉઠાવી શકો છો. 


કઇ મોબાઇલ એપ પર જોઇ શકાશે મેચ 
આ સીરીઝને ડિજીટલ પ્રસારણના અધિકાર અમેઝૉનની પ્રાઇમ વીડિયોની પાસે છે, આવામાં તમામ મેચોનું ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્રાઇમ વીડિયો પર જોઇ શકાશે. જોકે આ માટે ફેન્સને પૈસા પણ ખર્ચવા પડશે અને અમેઝૉનની આ ઓટીટી એપ માટે સબ્સક્રિપ્શન લેવુ પડશે.