ICC Women's World Cup 2025 India: ઇન્ટરનેશનલ ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ મંગળવારે જાહેરાત કરી છે કે, ભારત 2025 મહિલા વર્લ્ડકપની યજમાની કરશે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ ક્રમશઃ 2024 અને 2026માં ટી20 વર્લ્ડકપની યજમાની કરશે, જ્યારે શ્રીલંકા, ટૂર્નામેન્ટ માટે પોતાની યોગ્યતાને આધીન, 2027માં ઉદઘાટન મહિલા ચેમ્પીયન ટ્રૉફીની યજમાની કરશે. 


આઇસીસીએ કહ્યું કે, યજમાનોને પ્રતિસ્પર્ધી બોલી પ્રક્રિયાના માધ્યમથી અંતિમ રૂપ આપવામાં આવ્યુ છે, અને પ્રત્યેક બોલીની સમીક્ષા બોર્ડની ઉપ સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા માર્ટિન સ્નેડેને ક્લેયર કૉર્નર, સૌરવ ગાંગુલી અને રિકી સ્કેરિટની સાથે કરવામાં આવી હતી. 


આઇસીસીના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ એક નિવેદનમાં કહ્યું કે, -અમે બાંગ્લાદેશ, ભારત, ઇંગ્લેન્ડ અને શ્રીલંકાને આઇસીસી મહિલા સફેદ બૉલ સ્પર્ધાઓથી સન્માનિત કરવા માટે ખુશ છીએ. મહિલાની રમતોના વિકાસમાં તેજી લાવવા આઇસીસીની રણનીતિક પ્રાથમિકતાઓમાંની એક છે.


ભારત 2025માં પાંચમી વાર મહિલા વનડે વર્લ્ડકપની યજમાની કરશે, અને 2016 બાદથી આ પહેલી વૈશ્વિક મહિલા ટૂર્નામેન્ટ હશે. 2025 એડિશન 2022 એડિશનની જેમ નક્કી થશે, જેમાં આઠ ટીમો ભાગ લેશે, અને કુલ 31 મેચો રમશે.


2025ના ભવ્ય આયોજન માટે ભારતને યજમાનના રૂપમાં બોલતા, બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આ મહિલા ક્રિકેટની લોકપ્રિયતા માટે યોગ્ય દિશામાં એક પગલુ છે, આ બધાની વચ્ચે બીસીસીઆઇ સચિવ જય શાહે કહ્યું કે, બોર્ડ આને યાદગાર બનાવવામાં કોઇ કસર નહીં છોડે.


ઉલ્લેખનીય છે કે 50 ઓવર વાળી મહિલા મહિલા વર્લ્ડકપની ભારતમાં લગભગ 9 વર્ષ બાદ વાપસી થઇ છે. ભારતે આ ટૂર્નામેન્ટને છેલ્લીવાર 2013માં યજમાની કરી હતી. 


 


આ પણ વાંચો........... 


Dasha Mata Vrat 2022: આ વિધિ વિધાનથી કરો, કામનાની પૂર્તિ કરતું મા દશામાનું વ્રત, જાણો શું કરવું શું ન કરવું


Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ


Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડના આરોપીઓને આજે પોલીસ કોર્ટમાં કરી શકે છે રજૂ, અલ્પેશ ઠાકોર લીધી રોજીદની મુલાકાત


સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને


Warner Viral Video: અલ્લુ અર્જુનના મોટા ફેન ડેવિડ વોર્નરનો વીડિયો વાયરલ, સ્ટાઈલિશ અંદાજમાં કરી રહ્યો છે એક્શન


જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો