Warner Viral Video: ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર તેના સાઉથ ફિલ્મો પ્રત્યેના લગાવના કારણે ભારતમાં ખુબ ફેમસ છે. વોર્નર ખાસ કરીને સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર અલ્લુ અર્જુનનો મોટો ફેન પણ છે. વોર્નર ઘણી વખત ચાલુ મેચમાં મેદાન પર અલ્લુ અર્જુનના ડાયલોગ અને એક્શન કરતો પણ જોવા મળ્યો છે. સાથે જ ડેવિડ વોર્નર અલ્લુ અર્જુનના ડાયલોગ અને સ્ટાઈલની કોપી કરીને વીડિયો બનાવીને તેના ઈંસ્ટાગ્રામ પર શેર કરતો જોવા મળે છે.


વોર્નર અલ્લુ અર્જુનના અવતારમાં જોવા મળ્યોઃ
હાલમાં જ ડેવિડ વોર્નરે તેના ઈંસ્ટાગ્રામ પર અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ 'અલા વૈકુંઠમપુરમલો'નો આઈકોનીક સિનનો વીડિયો શેર કર્યો છે. જો કે, આ વીડિયોમાં અલ્લુ અર્જુન નથી પણ ડેવિડ વોર્નર ગુંડાઓની પિટાઈ કરી રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે, ડેવિડ વોર્નર અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં ડાયલોગ મારતો એક્શન કરી રહ્યો છે. જો કે, હકિકતમાં આ વીડિયો એડિટ કરીને બનાવાયો છે. ફિલ્મના સીનમાં અલ્લુ અર્જુનના ચહેરા પર ડેવિડ વોર્નરનો ચહેરો મુકવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરીને વોર્નરે કેપ્શનમાં લખ્યું છે કે, "અનુમાન લગાવો કે, કોણ પાછું આવ્યું છે? હું કોણ છું?" આમ વોર્નર ફરીથી અલ્લુ અર્જુનના અવતારમાં પરત ફર્યો છે.






ઉલ્લેખનીય છે કે, ડેવિડ વોર્નર અવારનવાર તેના ઈંસ્ટાગ્રામ પેજ પર સાઉથની ફિલ્મોના ફેમસ ડાયલોગના વીડિયો શેર કરતો રહે છે. વોર્નર આ પહેલાં અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મના ફેમસ સોંગ શ્રીવલ્લીની સ્ટાઈલમાં પણ વીડિયો બનાવી ચુક્યો છે. આ સાથે તેણે, "પુષ્પા ઝુકેગા નહી" ડાયલોગના વીડિયો પણ શેર કર્યા હતા. આઈપીએલની મેચમાં પણ ડેવિડ વોર્નર દર્શકોની ડિમાન્ડ પર મેદાનમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વોર્નરના આ વીડિયો પણ વાયરલ થયા હતા.