ICC ODI World Cup 2023 England vs Netherlands 2023:  વર્લ્ડ કપની 40મી મેચમાં ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું. પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં નવ વિકેટે 339 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાર સાથે તે વર્લ્ડ કપમાંથી બહાર થનારી ચોથી ટીમ બની ગઈ છે.


ડચ ટીમ 37.2 ઓવરમાં માત્ર 179 રનમાં સમેટાઈ ગઈ હતી. નેધરલેન્ડ માટે તેજા નિદામાનુરુએ સૌથી વધુ 34 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું હતું. તે જ સમયે ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી અને આદિલ રાશિદે 3-3 વિકેટ લીધી હતી. ડેવિડ વિલીને 2 સફળતા મળી. ક્રિસ વોક્સે 1 વિકેટ લીધી હતી.


વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની સૌથી મોટી જીત (રનથી)



  • 202 વિ ભારત, લોર્ડ્સ, 1975

  • 196 વિ પૂર્વ આફ્રિકા, બર્મિંગહામ, 1975

  • 160 વિ નેધરલેન્ડ, પુણે, 2023

  • 150 વિ અફઘાનિસ્તાન, માન્ચેસ્ટર, 2019

  • 137 વિ બાંગ્લાદેશ, ધર્મશાલા, 2023






પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે શાનદાર સદી ફટકારી હતી. બેન સ્ટોક્સે 84 બોલમાં 108 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ પહેલા ઓપનર ડેવિડ મલાને 74 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ક્રિસ વોક્સે 45 બોલમાં 51 રનનું યોગદાન આપ્યું હતું. નેધરલેન્ડ તરફથી બાસ ડી લીડે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આર્યન દત્ત અને લોગન વેન વિકને 2-2 સફળતા મળી. પોલ વોન મીકેરને 1 વિકેટ લીધી હતી.


ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે ODI રેન્કિંગમાં  બાબર આઝમના શાસનનો અંત લાવ્યો છે. શુભમન ગિલ ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં બાબર આઝમને પછાડીને નંબર વન પર પહોંચી ગયો છે. ICCએ તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે અને ભારતનો યુવા ખેલાડી શુભમન ગિલ 830 રેટિંગ પોઈન્ટ સાથે તાજેતરની ICC પુરુષોની બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના ઝુંબેશની મજબૂત શરૂઆતની પાછળ શુભમન ગિલ બાબરને પછાડીને ટોચના સ્થાને પહોંચ્યો છે. શુભમન ગિલ સચિન તેંડુલકર, એમએસ ધોની  અને વિરાટ કોહલી પછી આઈસીસી રેન્કિંગમાં ટોચ પર પહોંચનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે.