Babar Azam's Fan Moment: ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં બાબર આઝમની કેપ્ટનશિપવાળી પાકિસ્તાનની ટીમને 7 વિકેટે હાર આપી હતી.  આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું અને 86 રનની શાનદાર ઇનિંગ રમી જેમાં 6 ફોર અને 6 સિક્સર સામેલ હતી. પરંતુ મેચ પુરી થયા બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ કિંગ કોહલીના ફેન તરીકે દેખાયા હતા. મેચ હાર્યા બાદ બાબર આઝમે વિરાટ કોહલી પાસેથી જર્સી પર ઓટોગ્રાફ લીધો હતો.


બાબરના આ ફેન મોમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાબર આઝમ અને વિરાટ કોહલી એકસાથે ઉભા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કિંગ કોહલીએ બાબર આઝમને ઓટોગ્રાફવાળી ભારતની જર્સી આપી હતી. આ વીડિયો પર ચાહકોની અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી હતી.


એક યુઝરે ખૂબ જ શાનદાર પ્રતિક્રિયા આપી અને લખ્યું, “બાબર આટલો ભાગ્યશાળી કેમ છે ? તે કિંગ કોહલીને જોઈ રહ્યો છે, જર્સી લઈ રહ્યો છે,  તેની સાથે રમે છે. બાબર આઝમની પ્રશંસા કરતા અન્ય એક યુઝરે લખ્યું, “બાબર ખૂબ જ વિનમ્ર છે. તે સિનિયર ક્રિકેટરોનું સન્માન કરે છે. ચાહકોએ પણ આવી જ પ્રતિક્રિયા આપી.






બાબરે ભારત વિરૂદ્ધ વનડેમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો


આજની મેચમાં બાબર આઝમે ભારત સામે વનડેમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાની કેપ્ટને 50 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમ માટે બાબરની ઇનિંગ્સ સૌથી મોટી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 30.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.  


ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું  


વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે થશે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ 20મીએ બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડકપની આ મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી શાનદાર જીત મળી છે. 


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન સામે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત છે.