IND Vs SL, Innings Highlights: ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા છે. ભારત તરફથી ગિલે સૌથી વધુ 92 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 88 રન બનાવીને આઉટ થયો હતો. અય્યરે 55 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. મધુશંકાએ 10 ઓવરમાં 80 રન આપીને 5 વિકેટ લીધી હતી. 


 




ભારતે શ્રીલંકાને જીતવા માટે 358 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 94 બોલમાં 88 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય શુભમન ગિલે 92 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.


શ્રેયસ અય્યરે છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી હતી. શ્રેયસ અય્યરે 56 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. જો કે, શ્રેયસ અય્યરનું ફોર્મમાં પરત ફરવું એ ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકો માટે રાહતના સમાચાર છે. તો બીજી તરફ રવિન્દ્ર જાડેજા 24 બોલમાં 35 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ઓલરાઉન્ડરે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.


ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 19 બોલમાં 21 રન બનાવીને વોકઆઉટ થયો હતો. આ સાથે જ સૂર્યકુમાર યાદવ પણ વહેલો પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમાર યાદવે પોતાના હોમ ગ્રાઉન્ડ પર 9 બોલમાં 12 રન બનાવ્યા હતા. આ પહેલા શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય કેપ્ટન પહેલી જ ઓવરમાં કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.


વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે મોટી ભાગીદારી...


દિલશાન મધુશંકાએ રોહિત શર્માને પોતાનો શિકાર બનાવ્યો હતો. પરંતુ આ પછી વિરાટ કોહલી અને શુભમન ગીલે શાનદાર ભાગીદારી કરી હતી. વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે 189 રનની ભાગીદારી થઈ હતી. દિલશાન મધુશંકાએ શુભમન ગિલને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. આ પછી વિરાટ કોહલી પણ પેવેલિયન પરત ફર્યો હતો.


આવી રહી શ્રીલંકાના બોલરોની હાલત


શ્રીલંકા તરફથી દિલશાન મધુશંકા સૌથી સફળ બોલર રહ્યો હતો. દિલશાન મધુશંકાએ 5 ભારતીય બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. દિલશાન મધુશંકાએ 10 ઓવરમાં 80 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. રોહિત શર્મા ઉપરાંત દિલશાન મધુશંકાએ શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવને આઉટ કર્યા હતા. દુષ્મંથા ચમીરાને 1 સફળતા મળી. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી રનઆઉટ થયા હતા.