IND vs NED, WC 2023: ભારતમાં રમાઇ રહેલા આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 માટે ચાર ટીમો સેમિ ફાઇનલિસ્ટ થઇ ચૂકી છે, તેમાં સૌથી ટૉપ પર યજમાન ટીમ ભારત છે. ભારતની રમત આ ટૂર્નામેન્ટમાં આકર્ષક જોવા મળી રહી છે. વર્લ્ડકપમાં આજે (12 નવેમ્બર) ભારત અને નેધરલેન્ડની ટીમો વચ્ચે ટક્કર થશે. આ ટૂર્નામેન્ટની આ છેલ્લી લીગ મેચ હશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે બંને ટીમો આમને સામને ટકરાશે. આ મેદાન છેલ્લા કેટલાક સમયથી ચોગ્ગા અને છગ્ગાના વરસાદ માટે જાણીતું છે. માત્ર IPLમાં જ ઘણા રનનો વરસાદ થતો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સફેદ બૉલના બંને ફોર્મેટ (ODI અને T20)માં ઘણા રનનો વરસાદ થાય છે. આજની મેચમાં પણ પિચનો મિજાજ આવો જ હોઈ શકે છે.

Continues below advertisement

27 મેચોમાં 17 વાર 300+ સ્કૉર એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 27 ODI મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 13 વખત જીત મેળવી છે. 14 વખત રનનો પીછો કરનાર ટીમે સફળતા મેળવી છે. જોકે, અહીં ટૉસ જીતનારી ટીમ રનનો પીછો કરવાનું પસંદ કરે છે. આ મેદાન પર સૌથી વધુ સ્કૉર 401 રન છે, જે આ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે બનાવ્યો હતો. જ્યારે લઘુત્તમ સ્કૉર 156 રહ્યો છે. આ સ્કોર આ વર્લ્ડકપ દરમિયાન પણ બન્યો હતો. ખાસ વાત એ છે કે અહીં રમાયેલી 27 મેચોમાંથી ટીમોએ 300+ 17 વખત સ્કૉર કર્યો છે.

ફાસ્ટ બૉલરો રહે છે સૌથી વધુ હાવી આ વર્લ્ડકપમાં બેંગલુરુમાં 4 મેચ રમાઈ છે. જેમાંથી બે મેચ લૉ સ્કૉરિંગ રહી છે પરંતુ બે મેચમાં ઘણા રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડે અહીં 401 રનનો જંગી સ્કૉર બનાવ્યો એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાએ પણ આ વર્લ્ડકપમાં અહીં 367 રન બનાવ્યા છે. આ મેદાન પર સિક્સરો પણ ખૂબ વરસે છે. હિટમેન રોહિત શર્માએ અહીં માત્ર 4 મેચમાં 28 સિક્સર ફટકારી છે. આ બેટિંગ ફ્રેન્ડલી ગ્રાઉન્ડ પર ફાસ્ટ બોલરોને પણ સારી સફળતા મળી રહી છે. અહીં તમામ ઝડપી બૉલરો સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-5માં સામેલ છે.

Continues below advertisement

આજે કેવો રહેશે પીચનો મિજાજ ?આજે બેંગલુરુની વિકેટના સ્વભાવમાં બદલાવનો કોઈ અવકાશ નથી. આ પીચ માત્ર બેટિંગ ફ્રેન્ડલી હશે. અહીં બૉલ બેટ પર સરસ રીતે અથડાશે. અહીં બાઉન્ડ્રી નાની છે, તેથી ઘણી બધી સિક્સર મારી શકાય છે. ફાસ્ટ બૉલરો માટે કેટલીક તકો હશે પરંતુ સ્પિનરો બહુ અસરકારક સાબિત થશે નહીં. જો ટીમ ઈન્ડિયા અહીં પ્રથમ બેટિંગ કરે તો રનનો પહાડ બની શકે છે.