બેવડી સદીથી ચુકી ગયો હોવા છતાં અનવર તે સમયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વ્યક્તિગત રનની ઈનિંગ રમનારો બેટ્સમેન બની ગયો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડસ દ્વારા માનચેસ્ટરમાં બનાવેલા અણનમ 189 રનના રેકોર્ડને તોડ્યો હતો. રિચર્ડસે આ ઈનિંગ 31 મે, 1984ના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી.
અનવરે ભારતના બોલર વેંકટેશ પ્રસાદ, અબી કુરુવિલા, અનિલ કુંબલે, સુનીલ જોશી અને આરપી સિંહની ધોલાઈ કરી હતી અને 146 બોલમાં 22 ચોગ્ગા અને 5 છગ્ગા વડે 194 ફટકાર્યા હતા. જોકે તેની સિવાય પાકિસ્તાનના કોઈ બેટ્સમેન 39 રનથી વધારેનો સ્કોર કરી શક્યા નહોતા. પાકિસ્તાને 5 વિકેટના નુકસાન પર 327 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 49.2 ઓવરમાં 292 રન બનાવી ઓલઆઉટ થતાં 35 રનથી પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી દ્રવિડે 107 અને વિનોદ કાંબલીએ 65 રન બનાવ્યા હતા.
સચિન તેંડુલકરે સઈદ અનવરને ઈન્ટરનેશનલ વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાથી રોક્યો હતો અને 13 વર્ષ બાદ ખુદ વન ડ ઈન્ટરનેશનલમાં પ્રથમ બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. સચિન તેંડુલકર 24 ફેબ્રુઆરી 2010માં ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી.