નવી દિલ્હીઃ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન અને ભારતીય ટીમના ઉપકેપ્ટન રોહિત શર્માએ એક મોટો ખુલાસો કર્યો છે, આ ખુલાસો આઇપીએલને લઇને કર્યો છે. રોહિતે કહ્યું કે, હું ક્યારેય આઇપીએલ દરમિયાન બ્રેકફાસ્ટના ટેબલ સુધી નથી પહોંચ્યો. જોકે આના પાછળ એક ખાસ કારણ છે.


રોહિત શર્મા આઇપીએલના ઇતિહાસમાં સૌથી સક્સેસ કેપ્ટન છે, જેને પોતાની મુંબઇ ઇન્ડિયન્સ ટીમને ચાર વાર ટ્રૉફી જીતાડી છે. સોમવારે રોહિત શર્મા પોતાના સાથી આર અશ્વિનની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ પર આવ્યો હતો. અહીં રોહિતે ફેન્સની સાથે કેટલાક મોટા ખુલાસા કર્યો હતો.

આર અશ્વિનની સાથે ચેટ દરમિયાન રોહિત શર્માએ બતાવ્યુ કે, તે આજ સુધી આઇપીએલના ઇતિહાસમાં ક્યારેય સવારે નાસ્તાના ટેબલ સુધી નથી પહોંચી શક્યો, આના પાછળનુ કારણ તેની ઉંઘને બતાવ્યુ છે.

રોહિત જણાવ્યુ કે, આઇપીએલમાં રાત્રે મોડે મેચ પુરી થાય છે, અને તેને ઉંઘવા માટે સમય નથી મળતો, અને રોહિતને 9 થી 10 કલાકની ઉંઘ પુરી કરવાની હોય છે. આવામાં સવારે વહેલુ ઉઠી શકાતુ નથી.



આવામાં તેને એક વર્ષની નાની દીકરી સમાયરા પણ છે, જે પિતા રોહિતની સાથે ઉંઘે છે. આવામાં રોહિત કહે છે કે સમાયરા જ્યાં સુધી ઉંઘે છે સુધી અમે પણ ઉંઘી લઇએ છીએ, તેના ઉઠ્યા પછી મુશ્કેલ છે કે કોઇ ઉંઘી શકે.

ઉલ્લેખનીય છે કે, જો હાલ દેશમાં કોરોનાનો કેર ના હોય તો હાલ રોહિત શર્મા પોતાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ માટે આઇપીએલ 13ની સિઝન રમી રહ્યો હોત.