નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ - બીસીસીઆઇએ ઓનલાઇન એજ્યૂકેશન પ્લેટફોર્મ Unacademyને આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બનાવ્યુ છે, Unacademy ત્રણ સિઝન માટે ભાગીદારી કરશે, Unacademy સાથે ત્રણ વર્ષનો કરાર કરવામાં આવ્યો છે.
આઇપીએલની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઇમા રમાવવાની છે. આઇપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે એક જાહેરાતમાં કહ્યું કે, અમે ઓનલાઇન એજ્યૂકેશન પ્લેટફોર્મ Unacademyને આઇપીએલ લીગ 2020 થી 2022ના ઓફિશિયલ પાર્ટનર તરીકે બોર્ડમાં સામેલ કરાતા ખુશ છીએ.
બ્રિજેશ પટેલનું કહેવુ છે કે આઇપીએલ ભારતમાં સૌથી વધુ જોવાનારી ક્રિકેટ લીગ છે અને ઘરેલુ ભારતીય શિક્ષણ સાથે જોડાયેલી કંપની તરીકે Unacademy દર્શકોની આંકાક્ષાઓ પર ભારે સકારાત્મક પ્રભાવ પેદા કરી શકે છે. ખાસ કરીને લાખો ભારતીય યુવાઓ પર જે પોતાની કેરિયરને સારી બનાવા ઇચ્છે છે.
વળી, ભાગીદારી પર ટિપ્પણી કરતા Unacademyના વીપી માર્કેટિંગ કરણ શ્રોફે કહ્યું કે, અમે આઇપીએલના ઓફિશિયલ પાર્ટનર બનીને બહુ ખુશ છીએ. અમે આ અવસર માટે બીસીસીઆઇને ધન્યવાદ આપીએ છીએ, અને એક લાંબી અને ફળદાયી ભાગીદારીની રાહ જોઇએ છીએ.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં બીસીસીઆઇએ જાહેરાત કરી હતી કે ફંતાસી ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ 11ને આઇપીએલ 2020 સિઝનનુ ટાઇટલ સ્પૉન્સર બનાવવામાં આવ્યુ છે, ચીની મોબાઇલ ફોન કંપની વીવોને હટાવીને આ વખતે આઇપીએલના ટાઇટલ સ્પૉન્સર તરીકે ડ્રીમ 11ને પસંદ કરવામાં આવ્યુ છે.
આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બન્યુ Unacademy, કેટલા વર્ષ સુધી સાથે રહેવાનો થયો કરાર, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2020 03:58 PM (IST)
બીસીસીઆઇએ ઓનલાઇન એજ્યૂકેશન પ્લેટફોર્મ Unacademyને આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બનાવ્યુ છે, Unacademy ત્રણ સિઝન માટે ભાગીદારી કરશે, Unacademy સાથે ત્રણ વર્ષનો કરાર કરવામાં આવ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -