બીસીસીઆઈએ જાણકારી આપી છે કે, યૂએઈમાં આઈપીએલ ટીમમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સહિત આઈપીએલ સાથે સાથે જોડાયેલા સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. બીસીસીઆઈ અનુસાર યૂએઈમાં થયેલા 1,988 આરટી-પીસીઆર ટેસ્ટમાં 2 ખેલાડીઓ સહિત 13 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
આઈપીએલમાં ભાગ રહેલા તમામ ટીમોના ખેલાડી, બીસીસીઆઈ સભ્યો, સહયોગી સભ્ય, આઈપીએલ સંચાલન ટીમ, ટીમ મેનેજમેન્ટ, હોટલ અને સ્ટેડિયમમાં આવવા જવામાં જોડાયેલા સભ્યો સામેલ હતા.
BCCIનું કહેવું છે કે, કોરોનાના કારણે યૂએઈ IPL 2020ના સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રોટોકોલ અનુસાર સંક્રમિત મળી આવેલા લોકોને તાત્કાલિક આઈસોલેટ કરવામાં આવ્યા છે. તેની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સાથે બોર્ડે જણાવ્યું કે, આઈપીએલ દરમિયાન નિયમિત રીતે ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થતો રહેશે.