નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ભારતીય ટીમના પૂર્વ ઓપનર સહેવાગ અને ગંભીર પર સીધો એટેક કર્યો છે. અખ્તરનું કહેવુ છે કે બન્નેને પબ્લિકમાં વાત કરતા નથી આવડતી.
શોએબ બન્ને ઓપનરો પર બરાબરનો ગિન્નાયો છે, તેને કહ્યું કે, સહેવાગ અને ગંભીર બન્ને સારા માણસો છે, પણ જ્યારે સહેવાગ અને ગંભીર ટીવી પર આવે છે, ત્યારે તેમના મોંમાથી ગમે તે નીકળી જાય છે, બન્ને ગમે તે બોલી દે છે, વાત કરતા નથી આવડતી. મને પણ ખરાબ શબ્દોનો ઉપયોગ કરતા આવડે છે, પણ હું કંઇજ નથી કહેતો કેમકે બાળકો પણ શૉ જોઇ રહ્યાં હોય છે.
અખ્તરે સોશ્યલ મીડિયા પર વાતચીત કરતા આ વાત કહી હતી, તેને કહ્યું કે, હું અંદરથી એકદમ સૉફ્ટ દિલ માણસ છું, પણ ઇમેજ એકદમ સ્ટ્રૉન્ગ બૉલરની છે.
અખ્તરે આઇપીએલની પહેલી સિઝનને યાદ કરતા કહ્યું કે, હું શાહરૂખ ખાન પાસેથી શીખ્યો છું, ફેન્સને કેવી રીતે પ્રેમ કરાય. ઉલ્લેખનીય છે કે, શોએબ અખ્તર આઇપીએલની પહેલી સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનો ભાગ હતો.
સહેવાગ-ગંભીર પર ગિન્નાયો અખ્તર, બોલ્યો- બન્નેને વાત કરતા નથી આવડતી ગમે તે બોલી દે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2020 11:56 AM (IST)
અખ્તરે સોશ્યલ મીડિયા પર વાતચીત કરતા આ વાત કહી હતી, તેને કહ્યું કે, હું અંદરથી એકદમ સૉફ્ટ દિલ માણસ છું, પણ ઇમેજ એકદમ સ્ટ્રૉન્ગ બૉલરની છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -