નવી દિલ્હીઃ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર વકાર યૂનુસે આજે સવારે સોશ્યલ મીડિયા છોડવાની ધમકી આપતો એક વીડિયો શેર કર્યો છે. વકાર યૂનુસે કહ્યું કે, અલ્લાહ કે બન્દેએ મારા ટ્વીટર હેન્ડલથી કંઇક અભદ્ર વીડિયો પર લાઇક કર્યુ, હું આનાથી ખુબ પરેશાન છું.

વકાર યૂનુસે કહ્યું કે મે સોશ્યલ મીડિયા એટલા માટે જૉઇન કર્યુ હતુ કે પોતાની પ્રતિક્રિયા, પોતાના મિત્રો સાથે કનેક્ટ રહી શકુ પણ આ રીતની હરકતો બાદમાં સોશ્યલ મીડિયા છોડવા જઇ રહ્યો છું. તેમને કહ્યું કે હું સોશ્યલ મીડિયા પર નહીં આવુ, કેમકે મને મારા પરિવારની ઇજ્જત બહુ વ્હાલી છે.



ખરેખરમાં, આ વિવાદ ઉઠ્યો તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી, એક હેકરે તેના એકાઉન્ટને હેક કરીને અભદ્ર વીડિયોનો લાઇક કર્યુ હતુ. તેમના એકાઉન્ટ પરથી આ પ્રકારના વીડિયો લાઇક થયા બાદ યૂઝર્સે સ્ક્રીનશૉટ મોકલીને તેની નિંદા કરી હતી. વકાર યૂનુસના આ વીડિયો પર પણ લોકોએ તેનો મજાક બનાવ્યો, અને ઓવર એક્ટિંગ કરવાને લઇને કેટલાય મીમ્સ શેર કર્યો હતા.