મુંબઇઃ ક્રિકેટના મેદાન પર ભારતીય ટીમના બે દિગ્ગજો યુવરાજ સિંહ અને સચિન તેંદુલકરે હંમેશા માટે ધૂમ મચાવી છે, વિરોધીઓને દરેક પાસે પરાસ્ત કર્યા છે. હવે આ બન્ને દિગ્ગજો ક્રિકેટના મેદાનના બહાર પણ એકબીજાને ચેલન્જ આપીને યાદગાર વસ્તુઓ શેર કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બન્ને ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે.

ખરેખરમાં સચિન તેંદુલકર દ્વારા નૉક ધ વૉલ ચેલેન્જ પુરી કર્યા બાદ રવિવારે યુવરાજે દિગ્ગજને વેલન (રૉલિંગ પિન) અને ટેનિસ બૉલ સાથે રસોઇમાં કોઇપણ બ્રેક લગાવ્યા વિના શતકની ચેલેન્જ આપી દીધી.

યુવરાજે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો અને આના દ્વારા તેને સચિનને નવો પડકાર ફેંક્યો હતો.



પોતાના નવા વીડિયોમાં યુવરાજ પોતાના ઘરના કિચનમાં દેખાઇ રહ્યો છે, તેને પોતાની આંકો પર કાળી પટ્ટી બાંધી રાખી છ, અને તે એક હાથમાં વેલન લઇને તેને ટેનિસ બૉલથી નૉક કરી રહ્યો છે. ટેનિસ બૉલને નૉક કરતા તે કહી રહ્યો છે કે સચિન પાજી હવે આપણે ચેલેન્જના આગળના સ્ટેજ પર જઇએ છીએ, મેદાન પર તો તમે ઘણાબધા શતક બનાવ્યા છે. પણ હવે સમય છે કિચનમાં સેન્ચૂરી લગાવવાનો. હવે મારુ આ શતક પુરુ થઇ ગયુ, પણ હવે તમારો વારો છે. આ વીડિયોના અંતમાં તે કહે છે અંતે તો હુ ગુરુનો શિષ્ય જ છું.

આ ઉપરાંત યુવરાજે આ વીડિયોને શેર કરતા લખ્યુ કે માસ્ટર પોતાના ક્રિકેટના મેદાન પર કેટલાય રેકોર્ડ તોડ્યા છે, પણ હવે વારો ચે કિચનામં મારા બનાવેલા શતકનો રેકોર્ડ તોડવાનો. સૉરી. હુ પુરેપુરો વીડિયો શેર નથી કરી રહ્યો કેમકે 100 કાઉન્ટ કરતા કરતા આ ઘણો લાંબો થઇ ગયો છે, આશા રાખુ છું કે તમે રસોડાનો બીજો કોઇ સામાન નહીં તોડો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુવરાજે હરભજન, રોહિત શર્મા અને સચિનને નૉક ધ બૉલ ચેલેન્જ આપી હતી. તેને દરેકે આસાથી પુરી કરી લીધી હતી.