Sarfaraz Ahmed Comeback Story: પાકિસ્તાની અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની પહેલી મેચ કરાંચીમાં ચાલી રહી છે, આ ટેસ્ટમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાજ અહેમદની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઇ છે. વળી, પોતાના કમબેકમાં સરફરાજ અહેમદે શાનદાર ઇનિંગ રમી હતી, તેને શાનદાર રીતે 86 રન બનાવ્યા અને પોતાની ટીમને મજબૂતી આપી હતી. હવે ખુદ સરફરાજ અહેમદે પોતાના કમબેકને લઇને ખુલાસો કર્યો અને તેને કહ્યું કે જો મારા હાર્ટ બીટ ચેક કરશો તો મીટર પણ ફાટી જશે........
મારા હાર્ટ બીટ ચેક કરશો તો મીટર ફાટી જશે -
પોતાની ઇનિંગ બાદ સરફરાજ અહેમદે પોતાની કમબેક પર વાત કરતા કહ્યું કે, જો તમે મારા ફિલિંગ વિશે પુછશો તો મે પહેલીવાર ત્રણ બૉલ રમ્યા હતા, લંચ પહેલા તે સમયે જો કોઇ મારા હાર્ટ બીટ ચેક કરતુ તો મીટર પણ ફાટી જતુ. મારા હાર્ટ બીટ બહુજ ઝડપથી વધી રહ્યાં હતા, અને આ બિલકુલ ડેબ્યૂ કરવા જેવી મેચના ખેલાડી જેવી ફિલિંગ હતી.
સરફરાજ અહેમદે એ પણ બતાવ્યુ કે, બહુજ સમય બાદ મેચ રમી રહ્યો હતો અને તે સમયે કન્ડીશન ખુબ ખરાબ હતી, જ્યારે લંચ બ્રેક પડ્યો તો મારી ટીમના સાથી ખેલાડીને અંદાજ આવી ગયો કે હું નર્વસ છું પછી તેઓ બોલી રહ્યા હતા સૈફી ભાઇ નવર્સ હતા, જ્યારે મેદાનની અંદર ગયો તો બાબર આઝમે મને ખુબ કૉન્ફિડેન્સ આપ્યો.
સરફરાજ અહેમદે કરી જોરદાર વાપસી -
સરફરાજ અહેમદે પોતાની વાપસીને લઇને વાત કરતા કહ્યુ કે, જ્યારે મને મારી વાપસી વિશે જાણવા મળ્યુ તો હું ખુબ ઉત્સાહિત હતો, શાહિદ આફ્રિદીએ મને બતાવવા માટે મેસેજ કર્યો, અને મેં તેને પાછો કૉલ કર્યો, તેમને મને બહુજ વિશ્વાસ અપાવ્યો. ખરેખરમાં કહ્યું, મને વિશ્વાસ ન હતો કે હું ક્યારેય પણ મારી 50મી ટેસ્ટ મેચ રમી શકીશ. પૂર્વ પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે (Sarfaraz Ahmed) લગભગ ચાર વર્ષ બાદ પાકિસ્તાની ટીમમાં વાપસી કરી છે, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી પહેલી ટેસ્ટમાં તેને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan)ની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, આ મેચની પહેલી ઇનિંગમાં જ તેને 9 ચોગ્ગાની મદદથી 86 રનોની મહત્વની ઇનિંગ રમી, સરફરાજ અહેમદ પોતાની 50મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે, તેને આ મેચમાં વાપસી કરતાં કહ્યુ કે, મને આશા હતી કે હું મારી 50મી ટેસ્ટ મેચ રમી શકીશ.
સરફરાજ અહેમદે આ મેચમાં જોરદાર વાપસી કરતા પોતાની 19 ટેસ્ટ ફિફ્ટી ફટકારી દીધી, તેને શાનદાર ઇનિંગ રમતા, આ મેચમાં 86 રન બનાવ્યા. સરફરાજે 2019 માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ એક કેપ્ટન તરીકે રમી હતી, પરંતુ હવે તે ટીમમાં એક ખેલાડી તરીકે વાપસી કરી રહ્યો છે. તેને ત્યારે તે પોતાની છેલ્લી મેચમાં બન્ને ઇનિંગોમાં 50 અને 0 રન બનાવ્યા હતા.
અત્યાર સુધી આવી સરફરાજની ઇન્ટરનેશનલ કેરિયર -
સરફરાજ અહેમદે પાકિસ્તાન માટે 2007માં ભારત વિરુદ્ધ ડેબ્યૂ કર્યુ હતુ, તેને અત્યાર સુધી પોતાની ટેસ્ટ કેરિયરમાં કુલ 50 મેચોની 87 ઇનિંગોનો 37.07 ની એવરેજથી 2743 રન બનાવ્યા છે, આમાં તેને 3 સદી અને 19 અડધીસી ફટકારી છે, આ ઉપરાંત વનડેમાં તેને 117 મેચ રમતા 33.55 ની એવરેજથી 2315 રન બનાવ્યા છે, આમાં તેને 2 સદી અને 11 ફિફ્ટી લગાવી છે, વળી, ઇન્ટરનેશનલ ટી20 મેચોની વાત કરીએ તો, તેને 61 મેચોની 42 ઇનિંગોમાં 27.27 ની એવરેજથી 818 રન બનાવ્યા છે, આમાં તેને 3 ફિફ્ટી ફટકારી છે.