IPL, Punjab Kings: આઇપીએલ 2023 માટે થયેલી ઓક્શનમાં સેમ કરનને આઇપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડીનો ખિતાબ મળ્યો છે. ઇંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરન આ વખતે આઇપીએલમાં સૌથી મોંઘો એટલે કે 18.50 કરોડ વેચાયો છે, આટલી ભારે ભરખમ રકમ આપ્યા બાદ સવાલ છે કે, શું આ ઇંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરન પંજાબ કિંગ્સને પહેલો આઇપીએલ ખિતાબ અપાવી શકશે. જાણો આઇપીએલની પંજાબ કિંગ્સ ટીમ વિશે, શું છે તેની નબળાઇઓ અને ખાસિયતો.... 


દબાણમાં બિખેરાઇ જાય છે ટીમ - 
પંજાબ કિંગ્સની સૌથી મોટી કમજોરી એ છે કે તે પ્રેશર હેન્ડલ નથી કરી શકતી. ખરેખરમાં, આઇપીએલની કેટલીય મેચો એવી રહી જેમાં પંજાબ કિંગ્સ પર જ્યારે પણ દબાણ આવે છે, ત્યારે ટીમ બિખેરાઇ જાય છે, અને હારનો સામનો કરવો પડે છે. બેટિંગ, બૉલિંગ અને બાદમાં ટીમને ફિલ્ડિંગમાં પણ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ટીમે કેપ્ટન પણ બદલ્યો પરંતુ કોઇ ફેર નથી પડી શક્યો. આ વખતે શિખર ધવન ટીમને લીડ કરી રહ્યો છે. 


સેમ કરન અને રજા આવવાથી મીડલ ઓર્ડર મજબૂત થયુ - 
આઇપીએલ ઓક્શનમાં સેમ કરન અને સિકેન્દર રજાની ટીમમાં એન્ટ્રી થઇ ગઇ છે, આ ટીમ માટે મહત્વની વાત છે, કેમ કે બન્ને ખેલાડીઓ ઓલરાઉન્ડર છે, આનાથી ટીમે બેટિંગની સાથે સાથે બૉલિંગમાં પણ ફાયદો થશે. ખાસ વાત છે કે, સેમ કરન અને રજા પરિસ્થિતિઓ પ્રમાણે ગિયર બદલીને બેટિંગ કરી શકે છે, અને આક્રમક બેટિંગ ટીમને ફાયદો કરાવી શકે છે. 


 


સૈમ કરન કોણ છે


સૈમ કરન ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર કેવિન કરનનો પુત્ર છે. કેવિન કરને 1983 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જે બાદ કેવિન કરન ઈંગ્લેન્ડ આવ્યો હતો. સૈમ કરનનો જન્મ 3 જૂન 1998ના રોજ નોર્થમ્પટન, ઈંગ્લેન્ડમાં થયો હતો. તેણે ઈંગ્લેન્ડમાં ક્રિકેટની એબીસીડી શીખી હતી. તેના પિતા પોતે ક્રિકેટ કોચ છે. ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમ ઉપરાંત સેમ કરન ઈંગ્લિશ કાઉન્ટી સરે તરફથી રમે છે. તે અગાઉ T20 લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે.


સૈમ કરનની આઈપીએલ કારકિર્દી



સૈમ કરન 2019માં આઈપીએલમાં પ્રવેશ્યો હતો. આ વર્ષે તે પંજાબ કિંગ્સ તરફથી રમ્યો હતો. આ સિઝન તેના માટે સારી રહી ન હતી અને તેણે 9 મેચમાં 95 રન બનાવ્યા હતા. બીજા વર્ષે ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ  કર્યો હતો.   વર્ષ 2020ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 5.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. IPL 2020 માં, તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 14 મેચમાં 186 રન બનાવ્યા. આ પછી 2021 માં  તેણે CSK માટે 9 મેચમાં 56 રન બનાવ્યા. સૈમ કરને IPL 2022માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જે બાદ CSKએ તેને છોડી દીધો. સૈમ કરને આઈપીએલમાં અત્યાર સુધી 32 મેચમાં 337 રન બનાવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેના નામે 2 અડધી સદી પણ છે.