Pakistan vs New Zealand, 2nd ODI:  હાલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વન-ડે  શ્રેણી રમાઈ રહી છે. સીરિઝની બીજી વનડે દરમિયાન એવી ઘટના બની જેના કારણે પાકિસ્તાનની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડની ઇનિંગ શરૂ થતાં જ મેદાન પરના અમ્પાયર અલીમ દાર અને રાશિદ રિયાઝે ફિલ્ડ કર્મચારીઓને બોલાવ્યા અને 30 યાર્ડ સર્કલને યોગ્ય રીતે ગોઠવ્યું હતું.






આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. પ્રથમ ઓવર પછી અલીમ દાર અને રાશિદ રિયાઝે 30 યાર્ડ સર્કલને યોગ્ય રીતે ગોઠવ્યું હતું.  ત્યાં સુધીમાં ન્યૂઝીલેન્ડની ટીમે તેમની ઇનિંગ્સમાં કોઈપણ નુકસાન વિના 4 રન બનાવી લીધા હતા. કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ કિવી ખેલાડી ગ્રાન્ટ ઇલિયટે પણ કહ્યું હતું કે તેણે ક્રિકેટના મેદાન પર આવું ક્યારેય થતું જોયું નથી.


ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 336 રન બનાવ્યા હતા


આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા હતા. ટીમ માટે ડેરિલ મિશેલે 129 રનની શાનદાર ઈનિંગ રમી અને આ શ્રેણીમાં સતત બીજી સદી ફટકારી હતી. આ સિવાય ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન ટોમ લાથમે પણ 98 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી હારિસ રઉફે 10 ઓવરમાં 78 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય નસીમ શાહે એક વિકેટ ઝડપી હતી. આ વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં પાકિસ્તાને પાંચ વિકેટે જીત મેળવી હતી.


 


King Kohli Record: વર્લ્ડ ક્રિકેટમાં ફરી વાગ્યો કિંગ કોહલીનો ડંકો, 2022માં દરેક મોટી ટૂર્નામેન્ટમાં રહ્યો નંબર વન


King Kohli Record: 2019 થી 2022 સુધી વિરાટ કોહલી માટે કંઈ સારું થયું ન હતું. ટેસ્ટ, ODI અને T20 ઈન્ટરનેશનલ, ત્રણેય ફોર્મેટમાં તેનું બેટ શાંત હતું. ઘણા પૂર્વ ક્રિકેટરોએ તેને ક્રિકેટમાંથી બ્રેક લેવાની સલાહ પણ આપી હતી. જોકે, વિરાટ હાર માનવાવાળો નથી. આ વાતનો પુરાવો તે પહેલા પણ અનેકવાર આપી ચૂક્યો છે. આ વખતે પણ કંઈક એવું જ થયું. 2022થી વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર કિંગનો ડંકો વાગી રહ્યો છે. દરેક મોટી ઇવેન્ટમાં પણ તે ટોપ પર રહ્યો હતો.


2022 થી, વિરાટ કોહલીના આંકડા શાનદાર રહ્યા છે, ટેસ્ટ, ODI અને T20, ત્રણેય ફોર્મેટમાં તેના બેટમાં રન નિકળ્યા છે. આ દરમિયાન વિરાટે 2022 એશિયા કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તે જ સમયે, તે 2022 ટી-20 વર્લ્ડકપમાં  સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો. આ સિવાય કોહલી 2023 બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ ઉપરાંત, IPL 2023 માં, તે ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે