PAK vs SL Asia Cup Final: શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવી એશિયા કપ 2022નું ટાઈટલ જીત્યું

શ્રીલંકાની ટીમ છઠ્ઠી વખત ટાઈટલ જીતવા મેદાન પર ઉતરી રહી છે. જ્યારે પાકિસ્તાન ત્રીજી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરવા માટે રમશે.

gujarati.abplive.com Last Updated: 11 Sep 2022 11:26 PM
શ્રીલંકા 23 રનથી જીત્યું

શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવી એશિયા કપ 2022નું ટાઈટલ જીત્યું છે. 

હસરંગાએ ફેંકેલી 17મી ઓવરમાં બાજી પલટાઈ

હસરંગાએ ફેંકેલી 17મી ઓવરમાં મેચની બાજી પલટાઈ ગઈ હતી. 17મી ઓવરમાં હસરંગાએ પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને 55 રન પર આઉટ કર્યો હતો. ત્યાર બાદ આસિફ અલીને 0 રન પર અને ખુશદીલ શાહને 2 રન પર આઉટ કર્યો હતો.

પાકિસ્તાનનો સ્કોર 97 રન પર 3 વિકેટ

14 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 97 રન પર 3 વિકેટ છે. હાલ પાકિસ્તાનને 36 બોલમાં 74 રનની જરુર છે. રિઝવાન 47 અને નવાઝ 2 રન સાથે રમતમાં છે. ઈફ્તિકાર અહેમત 32 રન બનાવી આઉટ થયો હતો.

શ્રીલંકાને મળી બે મોટી સફળતા

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 5 રન બનાવી આઉટ થયો છે. ત્યાર બાદ ફખર ઝમાન પણ 0 રન પર બોલ્ડ થયો છે. હાલ 4 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 24 રન પર 2 વિકેટ છે.

શ્રીલંકાએ 171 રનનો ટાર્ગેટ આપ્યો

શ્રીલંકાએ શરુઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ ભાનુકા રાજપક્ષે અને હસરંગાની શાનદાર બેટિંગના કારણે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા છે. ભાનુકા રાજપક્ષે 71 રન બનાવી અણનમ રહ્યો હતો જ્યારે હસરંગાએ 36 રન બનાવ્યા હતા.

11 ઓવરના અંતે સ્કોર

શ્રીલંકાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને 77 રન પર 5 વિકેટ પડી ગઈ છે. હાલ હસરંગા 10 અને ભાનુકા રાજપક્ષે 25 રન સાથે રમતમાં છે. ધનંજય ડિસિલ્વા 28 રન, કેપ્ટન દાસુન સનાકા 2 રન, ગુણનતિલકા 1 રન બનાવીને આઉટ થયા હતા.

5 ઓવરના અંતે સ્કોર

5 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 36 રન પર 2 વિકેટ છે. પ્રથમ ઓવરમાં જ નસીમ શાહે કુસલ મેન્ડિસને 0 રન પર આઉટ કર્યો હતો. જ્યારે 4થી ઓવરમાં નિસંકા 8 રન બનાવી આઉટ થયો હતો.

શ્રીલંકાની પ્લેઈંગ 11

શ્રીલંકાની પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, દાનુષ્કા ગુણાતીલાકા, ધનંજય ડી સિલ્વા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા, વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહિષ થિક્શા, દિલશાન મદુશંકા, પ્રમોદ મદુશન.

પાકિસ્તાન પ્લેઈંગ 11

આજની મેચ માટે પાકિસ્તાનની ટીમની પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, ફખર ઝમાન, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, આસિફ અલી, હરિસ રઉફ, નસીમ શાહ, મોહમ્મદ હસનૈન

પાકિસ્તાને ટોસ જીત્યો

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી છે.

બ્રેકગ્રાઉન્ડ

PAK vs SL Asia Cup Final દુબઇઃ આજે એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર રહેશે. શ્રીલંકાની ટીમ છઠ્ઠી વખત ટાઈટલ જીતવા મેદાન પર ઉતરશે  જ્યારે પાકિસ્તાન ત્રીજી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. શ્રીલંકાએ બે દિવસ પહેલા સુપર-ફોરની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, જેના કારણે તેનો ઉત્સાહ ઘણો ઊંચો છે.


આ છે બંને ટીમોનો રેકોર્ડ


જો જોવામાં આવે તો શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 22 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ દરમિયાન શ્રીલંકાએ 9 મેચ જીતી છે અને પાકિસ્તાને 13 મેચ જીતી છે. એશિયા કપની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 16 મેચ રમાઈ છે. આ દરમિયાન શ્રીલંકાની ટીમ 11 વખત જીતી હતી. જ્યારે પાકિસ્તાન માત્ર પાંચ મેચ જીત્યું હતું.


બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ નવાઝ અને નસીમ શાહ જેવા ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે. પાકિસ્તાનની સામે શ્રીલંકાની એક એવી ટીમ હશે જે પોતાના ક્રિકેટને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તે એવા ફોર્મેટમાં છાપ બનાવવા માંગે છે જેમાં તે 2014માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.


શ્રીલંકાના બેટ્સમેન-બોલર ફોર્મમાં છે


શ્રીલંકા પાસે બે ઉત્તમ ઓપનર કુસલ મેન્ડિસ અને પથુમ નિસાંકા છે. બીજી તરફ દાનુષ્કા ગુણાતિલક, ભાનુકા રાજપક્ષે, શનાકા અને કરુણારત્નેએ પણ યોગદાન આપ્યું છે. અત્યાર સુધી એશિયા કપની પાંચ મેચોમાં શ્રીલંકાના બેટ્સમેનોએ 28 છગ્ગા અને 62 ચોગ્ગા ફટકાર્યા છે જે તેમના આક્રમક વલણને દર્શાવે છે. બોલિંગમાં મહિષ તિક્ષ્ણા અને વાનિન્દુ હસરંગા અને દિલશાન મદુશંકાએ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે.


 પાકિસ્તાન તેના કેપ્ટન બાબર આઝમના ફોર્મને લઈને ચિંતિત છે, જેણે અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર 63 રન બનાવ્યા છે. બોલિંગ અત્યારે પાકિસ્તાનનું મજબૂત પાસુ છે. નસીમ શાહની રમતમાં સતત સુધારો થઈ રહ્યો છે જ્યારે હરિસ રઉફ અને મોહમ્મદ હસનૈન પણ સારો દેખાવ કરી રહ્યા છે. દુબઈમાં ટોસની ભૂમિકા મહત્વની રહી છે અને આવી સ્થિતિમાં પ્રથમ બેટિંગ કરતી ટીમને નુકસાન વેઠવું પડે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.