PAK vs NZ 1st ODI: પાકિસ્તાને પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. પાકિસ્તાનને જીતવા માટે 50 ઓવરમાં 256 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાબર આઝમની ટીમે 48.1 ઓવરમાં 6 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. પાકિસ્તાન તરફથી ઓપનર ફખર ઝમાન ઉપરાંત કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાન તરફથી વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 77 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.


બાબર આઝમ, ફખર ઝમાન અને મોહમ્મદ રિઝવાનની અડધી સદીની ઇનિંગ્સ


પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 82 બોલમાં 66 રન બનાવ્યા હતા જ્યારે ફખર ઝમાને 74 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય હરિસ સોહેલે 23 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી. જોકે, પાકિસ્તાની ઓપનર ઈમામ ઉલ હક સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. ઈમામ ઉલ 14 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. માઈકલ બ્રેસ વેલ ઇમામ-ઉલ-હકની બોલિંગમાં આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડના બોલરોની વાત કરીએ તો માઈકલ બ્રેસવેલે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. માઈકલ બ્રેસવેલે 10 ઓવરમાં 44 રનમાં 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય ટિમ સાઉથી અને ગ્લેન ફિલિપ્સને 1-1 સફળતા મળી હતી.


નસીમ શાહે પાંચ વિકેટ લીધી હતી


આ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 255 રન બનાવ્યા હતા. આ રીતે પાકિસ્તાન સામે મેચ જીતવા માટે 256 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી માઈકલ બ્રેસવેલે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. આ સિવાય ટોમ લાથમ અને ગ્લેન ફિલિપ્સે અનુક્રમે 42 અને 37 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાની બોલરોની વાત કરીએ તો નસીમ શાહ સૌથી સફળ રહ્યો હતો. નસીમ શાહે ન્યૂઝીલેન્ડના 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ યુવા ઝડપી બોલરે 10 ઓવરમાં 57 રન આપીને 5 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય ઉસ્મા મીરે 2 વિકેટ લીધી હતી. ઉસ્મા મીરે 10 ઓવરમાં બે ખેલાડીઓને 42 રન આપીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.  પ્રથમ વનડેમાં પાકિસ્તાન ટીમ તરફથી ન્યૂઝીલેન્ડે હરાવીને સરળતાથી જીત મેળવી લીધી છે.