Pakistan Tour of Sri Lanka: શ્રીલંકામાં બનેલી ગંભીર હાલતની અસર હવે દેશમાં રમનારી ક્રિકેટ મેચો પર પણ પડવાની શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 16 જુલાઇએ રમાનારી બે ટેસ્ટ મેચોની સીરીઝમાં આની અસર પડી શકે છે. ટેસ્ટની બે દિવસ પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ ટીમે શ્રીલંકા પ્રવાસને રદ્દ કરવાનો સંકેત આપી દીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનુ કહેવુ છે કે, જો સ્થિતિ વધુ ખતરનાક અને ગંભીર થાય છે તો તેમની ટીમ શ્રીલંકા પ્રવાસમાંથી પાછી આવી જશે. 


પીસીબી સતત આ મામલા પર શ્રીલંકન ક્રિકેટના સંપર્કમાં છે. પીસીબીએ નિવેદન જાહેર કરી દીધુ છે અને કહ્યું છે- પીસીબી અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ એકબીજાના સંપર્કમાં છે, હજુ સુધી પ્રવાસ રદ્દ કરવાને લઇને કોઇ ફેંસલો નથી લેવામાં આવ્યો, પરંતુ જો સ્થિતિ કાબુમાં નહીં આવે તો સીરીઝને આગળ લંબાવવામાં આવી શકે છે. 


જિઓ ન્યૂઝનું કહેવુ છે કે, પીસીબી શ્રીલંકાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જિઓ ન્યૂઝે દાવો કર્યો છે કે સ્થિતિ ગંભીર થવાની સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શ્રીલંકા પ્રવાસ રદ્દ કરવાનુ મન બનાવી લીધુ છે. 


શ્રીલંકામાં સ્થિતિ એકદમ ખરાબ - 


કોલંબોમાં કર્ફ્યુની જાહેરાત
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આજે માલદીવથી સિંગાપુર પહોંચી શકે છે. જે બાદ તેઓ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી શકે છે. આ પછી શ્રીલંકામાં સ્થિતિ ફરી વણસી શકે છે. આને ધ્યાનમાં રાખીને પહેલાથી જ સુરક્ષા સઘન કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કોલંબોમાં બપોરે 12 વાગ્યાથી આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.


Sri Lanka Crisis: ભારે વિરોધ અને રાજકીય સંકટને કારણે બુધવારે વહેલી સવારે શ્રીલંકા ભાગી ગયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને લેવા માટે એક ખાનગી જેટ માલદીવ પહોંચ્યું છે. શ્રીલંકાના ડેઈલી મિરરના અહેવાલ મુજબ થોડા સમય પહેલા રાજધાની માલેમાં એક પ્રાઈવેટ જેટ લેન્ડ થયું છે અને રાષ્ટ્રપતિ ગોટાબાયા ટૂંક સમયમાં સિંગાપોર જવા રવાના થશે.


રાષ્ટ્રપતિ રાજપક્ષે અને તેમની પત્ની લોમા રાજપક્ષે તેમના બે સુરક્ષા કર્મચારીઓ સાથે ગઈકાલે રાત્રે માલેથી સિંગાપોરની ફ્લાઈટમાં સવાર થવાના હતા, પરંતુ સુરક્ષાની ચિંતાઓને કારણે જઇ શક્યા નહોતા. બાદમાં રાષ્ટ્રપતિ રાજપક્ષેએ એક ખાનગી જેટને માલદીવ છોડવા વિનંતી કરી અને મોડી રાત્રે માલદીવના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.


ડેઈલી મિરર અનુસાર, પ્રાઈવેટ પ્લેન થોડા સમય પહેલા વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું હતું અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ટૂંક સમયમાં માલદીવ જવા રવાના થશે. માનવામાં આવે છે કે સિંગાપોર પહોંચ્યા બાદ ગોટાબાયા રાજપક્ષે આજે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે.