T20 World Cup 2021: આવતીકાલે ભારત સામે મહામુકાબલા માટે પાકિસ્તાનની ટીમ જાહેર

આ હાઈવોલ્ટેજ મેચ 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

Continues below advertisement

T20 World Cup 2021: ICC T20 વર્લ્ડ કપ 2021ની સુપર-12  મુકાબલા આજથી શરૂ થશે. આ તબક્કાની પ્રથમ મેચ આજે બપોરે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં  ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (AUS vs SA) વચ્ચે રમાશે. T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પાકિસ્તાન સામે થશે, આ હાઈવોલ્ટેજ મેચ 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. તમામ ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે પાકિસ્તાને ભારત વિરૂદ્ધ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.

Continues below advertisement

આ છે પાકિસ્તાનની ટીમ

Image

પાકિસ્તાન સામેની મેચ માટે ભારતની પ્લેઈંગ 11 લગભગ નિશ્ચિત છે. પરંતુ નંબર 4 માટે બે ખેલાડીઓ વચ્ચે યુદ્ધ થશે. આ બંને ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન છે. બંને ખેલાડીઓએ તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું છે અને તેમની રમત જોતા ટીમમાંથી તેને બહાર કરવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, વિરાટ કોહલી સામે એક પ્રશ્ન હશે કે આ બંનેમાંથી કોને અંતિમ 11માં સ્થાન મળે છે.

ઈશાનને સ્થાન મળવું મુશ્કેલ

મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર વધુ શક્તિશાળી છે

બીજી બાજુ, જો આપણે ઈશાનને મિડલ ઓર્ડરમાં સ્થાન આપવાની વાત કરીએ તો એવું ન થઈ શકે કારણ કે સૂર્યકુમાર યાદવે હવે તેની જગ્યા બુક કરાવી દીધી છે. સૂર્યકુમારના ફોર્મને લઈને સતત સવાલો ઉઠ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વોર્મ-અપ મેચમાં તેણે શાનદાર બેટિંગ કરીને પોતાને સાબિત કરી બતાવ્યું હતું. સૂર્યાએ કાંગારૂઓ સામે અણનમ 38 રન બનાવ્યા હતા.

આવતીકાલે શાનદાર મેચ થશે

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં સૌથી મોટા દુશ્મન પાકિસ્તાનનો સામનો કરવા જઈ રહી છે. આ મેચ 24મી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે રમાશે. ભારતીય ટીમ આજતક વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય મેચ હારી નથી અને આગામી મેચમાં પણ આ લીડ જાળવી રાખવા માંગે છે.

Continues below advertisement
Sponsored Links by Taboola