ઈસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પર પાડોશમાં રહેતી યુવતીએ દસ વર્ષ સુધી શારીરિક સંબંધો રાખીને જાતિય શોષણ કરવાનો આક્ષેપ મૂક્યો છે. પાકિસ્તાનની યુવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે બાબરે લગ્નની લાલચ આપી 10 વર્ષ સુધી તેનું શારીરિક સંબધો રાખ્યા હતા અને પોતે ગર્ભવતી બની તો માર મારીને મારી નાખવાની ધમકી આપી. પાકિસ્તાની મીડિયામાં યુવતીનું નામ હામીજા હોવાનું જાહેર કરાયું છે.

આ યુવતીએ આક્ષેપ મૂક્યો છે કે, બાબર અને સાથે શાળામાં ભણતાં હતાં અને પાડોશમાં રહેતા હતા. તેણે કિશોરાવસ્થામાં મને પ્રપોઝ કરીને શારીરિક સંબધો બાંધ્યા હતા. બાબર એ વખતે ક્રિકેટમાં સંઘર્ષ કરતો હતો તેથી અમારો પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો તેથી 2011માં અમે ઘરેથી ભાગી ગયાં હતા. અમે ગુલબર્ગ અને પંજાબ હાઉસિંગ સોસાયટીમાં ભાડે રહેતા હતાં. બાબર મને કોર્ટમાં લગ્ન કરવાનું વચન આપતો પણ પણ તેણે લગ્ન કર્યા નહીં.



બાબર પાસે પૈસા નહોતા તેથી પોતે તેને નોકરી કરીને પૈસા આપતી. હામીજાએ કહ્યું કે, 2014માં બાબર નેશનલ ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યો પછી તેનું વર્તન બદલાવા લાગ્યું હતું. હામીઝાએ કહ્યું કે 2015માં મે બાબરને કહ્યું કે હું પ્રેગ્નન્ટ છું. એ વખતે તેણે મને ફટકારી હતી અને બાબરે કેટલાક મિત્રો સાથે મળી અબોર્શન કરાવી દીધું. 2017માં મે નાસિરાબાદ પોલિસ સ્ટેશનમાં બાબર સામે ફરિયાદ દાખલ કરાવી હતી. બાબર પોલિસ સ્ટેશન ન આવ્યો પણ મારી સાથે સમાધાન કરી લેવા દબાણ કરવા લાગ્યો. હામીઝાએ પાકિસ્તાનના ભૂતપુર્વ ક્રિકેટર અબ્દુલ કાદિરના દિકરા ઉસ્માન કાદિરને સાક્ષી બનાવ્યા છે. તેનો આક્ષેપ છે કે, 2017માં બાબરે તેનો નંબર બદલી નાંખ્યો હતો. ત્યારબાદ પણ 3 વર્ષ સુધી મારી સાથે શારીરિક સંબંધો રાખ્યા પણ 2020માં તેણે મારી સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.