ICC U-19 World Cup: ઓસ્ટ્રેલિયાએ અંડર-19 વર્લ્ડકપ સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. શુક્રવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં કાંગારૂ ટીમે પાકિસ્તાનને 119 રનથી હાર આપી હતી. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારે યોજાનારી મેચના વિજેતા સામે થશે.
પાકિસ્તાનની હાર સાથે જ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ફેન્સને ઝટકો લાગ્યો છે. જો પાકિસ્તાન ક્વાર્ટર ફાઇનલની મેચ જીતી લીધી હોત તો સેમિફાઇનલમાં ભારત સાથે સંભવિત ટક્કર થઇ હોત પરંતુ હવે ભારતીય ટીમ શનિવારે જો બાંગ્લાદેશને હરાવી દેશે તો તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટ પર 276 રન બનાવ્યા હતા. ઓપનર ટીગ વાઇલીએ 71 અને કોરી મિલરે 64 રન બનાવ્યા હતા. બંન્ને બેટ્સમેનો વચ્ચે બીજી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરી હતી. બીજા ઓપનર કેમ્પબેલ કેલાવેએ 41 અને કેપ્ટન કૂપર કોનોલીએ 33 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી કેપ્ટન કાસિમ અકરમે ત્રણ અને અવૈસ અલીએ બે વિકેટ લીધી હતી.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની આખી ટીમ 35.1 ઓવરમાં ફક્ત 157 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મેહરાન મુમતાજે સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. જ્યારે અબ્દુલ ફસીહે 28 અને ઇરફાન ખાને 27 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વિલિયમ સાલ્જમાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે જૈસ સિનફિલ્ડ અને ટોમ વ્હિટનીએ બે-બે વિકેટ ઝડપી હતી.
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન
પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક
અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........