ઇસ્લામાબાદઃ પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલને ટીમમાં સિલેક્શન ના થતાં ખુબ નિરાશ થયો છે, તેને આ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને કૉચ મિસ્બાહ ઉલ હક પર ગુસ્સો ઠાલવ્યો છે. શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમમાં જગ્યા ના મળતા અકમલે કહ્યું કે હવે હું શું કરુ પીએમ પાસે જુઉં.....


ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા કામરાન અકમલને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ અને કૉચે ફરી એકવાર નજરઅંદાજ કર્યો છે. વાતને લઇને ગુસ્સે ભરાયેલા કામરાન અકમલે કહ્યું કે, હું પાકિસ્તાનનો ખેલાડી છું, છેલ્લા પાંચ વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરુ છુ, છતાં મને નેશનલ ટીમમાં રમવાનો મોકો નથી મળી રહ્યો, હું કેટલુ સહન કરુ. શું હવે હું આ વાત લઇને વડાપ્રધાન પાસે જાઉં?

અકમલે મિસ્બાહ ઉલ હક પર નિશાન સાધતા કહ્યું કે, મારા જેવા અનેક ખેલાડીઓ પાકિસ્તાનમાં છે, જે સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. પણ બોર્ડ અને કૉચ તેમને યોગ્ય મોકો નથી આપતુ, જેવો કે ફવાદ આલમ.



અકમલે કહ્યું કે વર્લ્ડકપ નજીક આવી રહ્યો છે, બોર્ડ અને કૉચે સારા ક્રિકેટરોના પ્રદર્શન પર ધ્યાન આપવુ જોઇએ.



અકમલની ક્રિકેટ કેરિયર.....
અકમલે બે વર્ષ પહેલા વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પોતાી છેલ્લી વનડે અને ટી20 રમી હતી, અત્યાર સુધી તેને 53 ટેસ્ટ, 157 વનડે અને 58 ટી20 રમી છે. આમાં 6 હજારથી વધુ રન પણ બનાવ્યા છે.