નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે ફરી એક વખત ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરો પર ટિપ્પણી કરી છે. પહેલા તેણે હાર્દિક પંડ્યાને સારો ઓલરાઉન્ડર બનાવવામાં મદદ કરવાની વાત કરી હતી અને તાજેતરમાં જસપ્રીત બુમરાહને બેબી બોલર કહ્યો હતો. પરંતુ આ વખતે તેણે ભારતીય કેપ્ટન કોહલીને લઈ વાત કરી છે. તેણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનમાં અનેક એવા ખેલાડી છે જેમાં કોહલીથી શ્રેષ્ઠ બનવાની કાબેલિયત છે.


BCCI કરે છે કોહલીનું સમર્થન

રઝાકે કહ્યું, કોહલી શાનદાર ખેલાડી છે તેમાં કોઈ શંકા નથી. તે નસીબદાર છે કે BCCI તેનું સમર્થન કરે છે અને તેનામાં વિશ્વાસ મુકે છે. કોઈ ખેલાડીની સફળતા માટે આ ચીજો ખૂબ જરૂરી હોય છે. બોર્ડ તરફથી તેને જે સન્માન  મળે છે  તેના કારણે કદાચ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે અને તેનું પરિણામ સૌની સામે છે.

પાકિસ્તાનના ઘણા ખેલાડીમાં કોહલીથી શ્રેષ્ઠ બનવાની ક્ષમતા

રઝાકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, પાકિસ્તાનમા એવા ઘણા ખેલાડી છે, જે કોહલીથી શ્રેષ્ઠ બની શકે છે. પરંતુ આ માટેની દેશની ક્રિકેટ સિસ્ટમે તેમાં રોકાણ કરવું પડશે. અમે સિસ્ટમની અવગણના કરી છે તે દુઃખની વાત છે. કોહલીએ તેના પર મુકેલો વિશ્વાસને યોગ્ય સાબિત કર્યો છે અને પોતાની પ્રતિભાના બળે આ મુકામ હાંસલ કર્યો છે.

સુરતઃ તડીપાર વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા, સલમાન ખાન સાથે પડાવ્યો હતો ફોટો