Shahid Afridi Comeback: ક્રિકેટની દુનિયામાં રિટાયરમેન્ટ અને બાદમાં વાપસી સામાન્ય બાબત છે, ઘણા બધા ક્રિકેટરો રિટાયરમેન્ટ લીધા બાદ વાપસી કરીને ધમાલ મચાવી ચૂક્યા છે, હવે આ કડીમાં વધુ એક સ્ટાર ક્રિકેટરનુ નામ પણ સામેલ થઇ શકે છે. રિપોર્ટ છે કે, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી (Shahid Afridi) રિટાયરમેન્ટ પાછુ ખેંચીને ક્રિકેટના મેદાન પર વાપસી કરી શકે છે, જોકે, આ વાતની પુષ્ટી હજુ સુધી થઇ શકી નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર, શાહિદ આફ્રિદી રિટાયરમેન્ટ લઇને વાપસી ચૂકી ચૂક્યો છે, અને તે હવે ફરીથી આગામી 2023મં રમાનારી પીએસએલમાં રમી શકે છે, રમવા અંગે તેને પુરીપુરી ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. શાહિદ આફ્રિદી ગઇ સિઝનમાં ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમતો દેખાયો હતો, અને આ સિઝનમાં પણ રમી શકે છે. પોતાની બેક ઇન્જરીના કારણે શાહિદ આફ્રિદી ગઇ સિઝનમાંથી હટી ગયો હતો, અને તેને એક ટ્વીટ કરીને પીએસએલને અલવિદા કહી દીધુ હતુ. જોકે હવે વાપસીની ખબરો છે.
ફરીથી મેદાનમાં પર દેખાશે ?
આ વખતે શાહિદ આફ્રિદી એકવાર ફરીથી પીએસએલમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે, અને તેની હાલની ઉંમર 45 વર્ષની છે, તેને પીએસએલને લઇને કહ્યું કે, મને નથી ખબર કે હું ક્યાં જઇશ, જો કોઇ ફેંન્ચાઇઝી ઓફર આપે છે, તો હું જરૂર રમીશ. હું કામ કરીશ કેમ કે આ પાકિસ્તાનના વિશે છે.
શાહિદ આફ્રિદીની કેવી રહી આંતરરાષ્ટ્રીય કેરિયર -
1996માં પાકિસ્તાની ટીમમાં ડેબ્યૂ કરનારા શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે, શાહિદ આફ્રિદી એ પોતાની કેરિયર દરમિયાન 10,000 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે, આની સાથે તેને 48 ટેસ્ટ, 395 વનડે અને 98 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી છે.
Exclusive: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કર્યા હાર્દિક પંડ્યાના વખાણ, જાણો શું કહ્યું ?
હાર્દિક મહાન ઓલરાઉન્ડર છે
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ હાર્દિક પંડ્યાના વખાણ કરતા કહ્યું કે ભારતીય ટીમમાં હાર્દિકમાં એક મહાન ઓલરાઉન્ડર છે. ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યા જેવો રોલ ભજવે છે તેવી ભૂમિકા પાકિસ્તાનમાં ભજવનારા લોકોની કમી છે.
બીજી તરફ શાહિદ આફ્રિદીએ કહ્યું કે ભારતીય ટીમ મિડલ ઓર્ડરમાં પાકિસ્તાન કરતા વધુ મજબૂત છે. અમારા મિડલ ઓર્ડરના ખેલાડીઓ અંદર અને બહાર થતા રહ્યા છે. જેના કારણે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. પરંતુ અમારા મિડલ ઓર્ડરના ખેલાડીઓ સકારાત્મક ક્રિકેટ રમે છે. મિડલ ઓર્ડરમાં અમારે એવા ખેલાડીની જરૂર છે જે પોતાની ઇનિંગ્સને મજબૂત કરીને રમતને બદલી શકે. તે જ સમયે, શાહિદ આફ્રિદીએ એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા પ્રેશરવાળી મેચ હોય છે, તેથી જે પણ પ્રેશરને સારી રીતે સંભાળે છે તે આ મેચમાં સારું પ્રદર્શન કરી શકે છે.