હરિદ્વારઃ કોરોના કાળને લઇને લઇને ઇન્ડિયન પ્રીમિયર લીગનુ આયોજન આ વખતે દુબઇમાં થઇ રહ્યું છે. આ વખતના આયોજનમાં મુખ્સ સ્પૉન્સર તરીકે વીવો પાછળ હટી ગયુ છે, અને હવે બીસીસીઆઇ હાલ મુખ્ય સ્પૉન્સર શોધી રહ્યું છે. મુખ્ય સ્પૉન્સર તરીકે બાબા રામદેવની પતંજલી સૌથી આગળ છે. આઇપીએલ સ્પૉન્સર બનવાને લઇને હવે ખુદ બાબા રામદેવે એક મોટુ નિવદેન આપ્યુ છે.
ઉત્તરાખંડના હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં પણ સ્વતંત્રતા દિવસ ઉજવાયો. આ પ્રસંગે યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ ધ્વજારોહણ કર્યુ, આ દરમિયાન બાબા રામદેવે કહ્યું કે, પતંજલિ લૉકલને ગ્લૉબલ બનાવવા માટે પ્રેરિત કરી રહી છે. આઇપીએલને લઇને દેશમાં માંગ ઉઠી છે કે આઇપીએલથી ચાઇના અને ચાઇનીઝ કંપનીઓનો કબજો હટાવવો જોઇએ. જોકે દેશમાં ટાટા, બિરલા જેવી મોટી મોટી કંપનીઓ છે. જો આ કંપનીઓ પોતાનો હાથ ખેંચી લે છે તો પતંજલિ દેશનો સાથ આપવા તૈયાર છે.
આઇપીએલ 2020ની સિઝનને લઇને ટાઇટલ સ્પૉન્સરની રેસ રોચક બની છે, વીવોના હટ્યા બાદ પાંચ કંપનીઓએ ટાઇટલ સ્પૉન્સર બનવા માટે ઉત્સુકતા દર્શાવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડને યુએઇ સિઝન માટે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી રમાનારી આઇપીએલ માટે પાંચ કંપનીઓ તરફથી ઓફર મળી છે.
ખાસ વાત છે કે, ચાઈનીઝ મોબાઈલ કંપની વીવો સાથે બીસીસીઆઈને 440 કરોડ રૂપિયાનો કરાર હતો. વીવોએ 2018 થી 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (પ્રતિ વર્ષ 440 કરોડ રૂપિયા)માં આઈપીએલ ટાઈટલ સ્પોન્સર હાંસલ કર્યું હતું. આગામી વર્ષે વીવી મુખ્ય સ્પોન્સર તરીકે પરત ફરી શકે છે.
રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યુ છે કે, આ રેસમાં પાંચ કંપનીઓ સૌથી આગળ છે. જેમાં ટાટા ગૃપ, રિલાયન્સ જિઓ, પતંજલિ, એડુ ટેક પ્લેટફોર્મ બાયઝૂ અને એનએકેડમીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઇ) જમા શુક્રવારે જમા કરાવ્યુ છે. જોકે એ વાતની પુષ્ટિ નથી થઇ શકી પરંતુ મુખ્ય ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ 11 પણ આ લિસ્ટમાં સામેલ થઇ શકે છે. ટાટાના એક પ્રવક્તાએ કહ્યું કે ટાટા ગૃપે આઇપીએલ ટાઇટલ સ્પૉન્સરશીપ માટે પોતાની રૂચી દાખવી છે.
આઇપીએલ 2020ની સિઝન ભારતની જગ્યાએ આ વખતે યુએઇમાં રમાવવાની છે. આઇપીએલની 13મી સિઝન આ વખતે કૉવિડ-19ના કારણે દુબઇમાં રમાવવાની છે, આ લીગની મેચો અહીં ત્રણ શહેર અબુધાબી, દુબઇ અને શારજહાંમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે.
બાબા રામદેવે IPLના મુખ્ય સ્પૉન્સર બનવા અંગે કરી શું મોટી જાહેરાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2020 10:57 AM (IST)
બાબા રામદેવે કહ્યું કે, પતંજલિ લૉકલને ગ્લૉબલ બનાવવા માટે પ્રેરિત કરી રહી છે. આઇપીએલને લઇને દેશમાં માંગ ઉઠી છે કે આઇપીએલથી ચાઇના અને ચાઇનીઝ કંપનીઓનો કબજો હટાવવો જોઇએ
- - - - - - - - - Advertisement - - - - - - - - -