PBKS vs DC: પંજાબે દિલ્હીને 4 વિકેટે હરાવ્યું, સેમ કરનની શાનદાર ફિફ્ટી

PBKS vs DC Score Live Updates: ચંદીગઢમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 23 Mar 2024 07:26 PM
પંજાબની શાનદાર જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. મેચમાં પંજાબ કિંગ્સની જીતના હીરો સેમ કરન અને લિયામ લિવિંગસ્ટોન રહ્યા હતા. કરને 63 અને લિવિંગસ્ટોને 38 રનની ઈનિંગ રમી હતી. દિલ્હી તરફથી ખલીલ અહેમદ અને કુલદીપ યાદવને બે-બે વિકેટ મળી હતી.


 





પંજાબ કિંગ્સનો સ્કોર 108-4

અક્ષર પટેલે 13મી ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા. સેમ કુરેને 27 બોલમાં 33 રન બનાવ્યા છે. લિયામ લિવિંગસ્ટોને 6 બોલમાં 4 રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સને હજુ 42 બોલમાં 67 રનની જરૂર છે.

કુલદીપ યાદવે વિકેટ લીધી

પ્રભસિમરન સિંહ 10મી ઓવરમાં કુલદીપ યાદવના બોલ પર આઉટ થયો હતો. જીતેશ શર્મા ક્રિઝ પર આવ્યો છે. તેણે 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. કુલદીપની ઓવરમાં માત્ર 4 રન જ આવ્યા હતા. સેમ કુરન 21 બોલમાં 23 રન બનાવી ક્રિઝ પર છે.

પંજાબ કિંગ્સનો સ્કોર 60-2

6 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર બે વિકેટે 60 રન છે. પ્રભસિમરન સિંહ આઠ બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા છે. તેની સાથે સેમ કુરન 09 રન પર છે.

પંજાબનો સ્કોર 25/0

બે ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 25 રન છે. ખલીલ અહેમદે પ્રથમ ઓવરમાં 17 રન આપ્યા હતા. જ્યારે ઈશાંત શર્માએ બીજી ઓવરમાં આઠ રન આપ્યા હતા. ધવન 14 રને અને બેયરસ્ટો 08 રને રમી રહ્યા છે.

દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ટક્કર ચાલી રહી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી હતી. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે પ્રથમ વિકેટ માટે 39 રન જોડ્યા હતા. જોકે, બંને ઓપનર પોતાની ઇનિંગને વધારે લંબાવી શક્યા ન હતા. માર્શે 20 અને વોર્નરે 29 રન બનાવ્યા હતા. પછી શાઈ હોપે શાનદાર બેટિંગ કરી અને કેટલાક મોટા શોટ ફટકાર્યા, જોકે તે પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો. હોપના આઉટ થયા બાદ વિકેટો પડવાનો સિલસિલો યથાવત જોવા હતો. 454 દિવસ બાદ મેદાન પર પરત ફરેલા રિષભ પંત પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે પણ 18 રન બનાવી આઉટ થયો હતો. જો કે, છેલ્લી ઓવરમાં પોરેલે તોફાની બેટિંગ કરી અને ટીમને 174 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.


 





દિલ્હી કેપિટલ્સનો સ્કોર 124/5

15 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 5 વિકેટે 124 રન છે. અક્ષર પટેલ સાત બોલમાં બે ચોગ્ગાની મદદથી 11 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે  સ્ટબ્સ છ બોલમાં ત્રણ રન પર છે. જો બંને 20 ઓવર રમશે તો સ્કોર 180ની નજીક જઈ શકે છે.

10 ઓવર પછી સ્કોર 86/2

10 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર બે વિકેટે 86 રન છે. શાઈ હોપ 22 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે રિષભ પંત પાંચ બોલમાં ત્રણ રન પર છે. પંત 15 મહિના પછી બેટિંગ કરવા આવ્યો છે.

સાતમી ઓવરમાં 14 રન આવ્યા

7 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર એક વિકેટે 68 રન છે. ડેવિડ વોર્નર 16 બોલમાં 24 રન અને શાઈ હોપ 14 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે. હોપે સાતમી ઓવરમાં ફોર અને સિક્સ ફટકારી હતી.

દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ પડી

દિલ્હી કેપિટલ્સે ચોથી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. દિલ્હીની પ્રથમ વિકેટ 39ના કુલ સ્કોર પર પડી હતી. મિચેલ માર્શ 12 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. અર્શદીપ સિંહે તેને પેવેલિયનમાં મોકલ્યો હતો.


 





માર્શે પ્રથમ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા

પંજાબ કિંગ્સ માટે સેમ કુરેને પ્રથમ ઓવર ફેંકી હતી. મિચેલ માર્શે આ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં કુલ 10 રન આવ્યા. દિલ્હી તરફથી ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ ઓપનિંગ કરવા આવ્યા છે.

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

 શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ અને શશાંક સિંહ.

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન

 ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, શાઈ હોપ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), રિકી ભુઈ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ અને ઈશાંત શર્મા.


 





પંજાબ કિંગ્સે ટોસ જીત્યો હતો

પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ પ્રથમ બોલિંગ કરશે. દિલ્હીએ શાઈ હોપ, મિશેલ માર્શ, ડેવિડ વોર્નર અને ટ્રુસ્ટન સ્ટબ્સને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

PBKS vs DC Score Live: નમસ્કાર, IPL 2024 ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાશે. તમે આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.


 





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.