PBKS vs RCB Qualifier 1 Live: IPL 2025ની ફાઇનલમાં પહોંચી RCB, પંજાબ કિંગ્સને આઠ વિકેટથી હરાવ્યું

IPL 2025 Qualifier 1 PBKS vs RCB Live score: અહીં તમને પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની ક્વોલિફાયર મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 29 May 2025 10:15 PM

બ્રેકગ્રાઉન્ડ

IPL 2025 Qualifier 1 PBKS vs RCB Live score: IPL 2025 ની પહેલી ક્વૉલિફાયર મેચ આવતીકાલે એટલે કે 29 મે ના રોજ રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ ન્યૂ ચંદીગઢના...More

ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સનો સામનો એલિમિનેટર મેચના વિજેતા સાથે થશે

હવે પંજાબ કિંગ્સ બીજી ક્વોલિફાયર મેચ રમશે, જે 1 જૂને અમદાવાદમાં રમાશે. ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સનો સામનો એલિમિનેટર મેચના વિજેતા સાથે થશે. એલિમિનેટર મેચ 30 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે યોજાવાની છે.


લક્ષ્યનો પીછો કરતી વખતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની શરૂઆત સારી નહોતી અને તેને 30 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. વિરાટ કોહલી વિકેટકીપર જોશ ઇંગ્લિસના હાથે ફાસ્ટ બોલર કાયલ જેમિસનના હાથે કેચ આઉટ થયો હતો. કિંગ કોહલીએ 100ના સ્ટ્રાઇક રેટ અને બે ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા હતા.


વિરાટ કોહલીના આઉટ થયા પછી ફિલ સોલ્ટ અને 'ઇમ્પેક્ટ સબ' મયંક અગ્રવાલ વચ્ચે 54 રનની ભાગીદારી થઈ હતી, જેણે પંજાબ કિંગ્સ પાસેથી મેચ સંપૂર્ણપણે છીનવી લીધી હતી. મયંક 19 રન બનાવીને મુશીર ખાનનો શિકાર બન્યો હતો. મયંકના આઉટ થયા પછી સોલ્ટ અને રજત પાટીદાર (અણનમ 15) એ આરસીબીને જીત અપાવી હતી. સોલ્ટે 27 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રન કર્યા હતા.